દિયોદરમાં વધુ એક અનાજ કૌભાંડ સામે આવ્યું : ફરિયાદી ખુદ હવે આરોપી બન્યો

Share

બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં વધુ એક અનાજ કૌભાંડ સામે આવ્યું છે જેમાં એક મહિના અગાઉ ઝડપાયેલ શંકાસ્પદ અનાજનો જથ્થો સરકારી હોવાનું સ્પષ્ટ થતાં જ મામલતદારે અનાજ માફિયા સામે ફરિયાદ નોંધાવી છે અને ખોટી ફરિયાદો કરી બચવા જતા ફરિયાદી ખુદ હવે આરોપી બન્યો છે.

દિયોદર પાસે આવેલ GIDCના પ્લોટ નંબર 50માં એક મહિના અગાઉ મોડી રાત્રે અનાજ કૌભાંડ ચાલી રહ્યું હોવાની માહિતી મળતા જ એક જાગૃત નાગરિક અને પત્રકારે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરી હતી. જે બાદ દિયોદર નાયબ પુરવઠા અધિકારી, મામલતદાર અને પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

જેમાં સસ્તા અનાજની દુકાનનો જથ્થો ટ્રક મારફતે લાવી આ ગોડાઉનમાં તેના કટ્ટા પલટાવી કૌભાંડ આચરવામાં આવી રહ્યું હતું જેથી પુરવઠા વિભાગની ટીમે તરત જ આ લાખો રૂપિયાનો ઘઉં અને ચોખાના જથ્થા સહિત નો માલ સીઝ કર્યો હતો. ત્યારબાદ સતત એક મહિના સુધી ચાલેલી તપાસમાં ગોડાઉન માલિક ભરત ફકરે બચવા માટે પંચ, સાક્ષીઓને ધાક ધમકીઓ આપી હતી, ખોટા બિલો પણ રજૂ કર્યા હતા.

જોકે, તપાસ દરમિયાન આ તમામ બીલો ફોટા રજુ કર્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું અને ભરત ઠક્કર ના જવાબો ખોટા હોવાનું પ્રતીત થતાં જ મામલતદાર વિધિ પટેલે અનાજ માફિયા ભરત ઠક્કર સામે આવશ્યક ચીજવસ્તુ ધારા અધિનિયમ 3 અને 7 મુજબ ફરિયાદ નોંધાવી હતી.

File Photo

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં એક વર્ષની અંદર પાંચમી વખત આ રીતનું અનાજ કૌભાંડ સામે આવ્યું હતું જેમાં એક પત્રકારે આ અનાજ કૌભાંડ ઉજાગર કર્યું છે જોકે આ અનાજ માફિયાઓએ આ પત્રકારને દબાવવા માટે અને લોભ-લાલચ આપ્યા હતા તેમ છતાં પણ પત્રકાર ન માનતા આખરે તેના વિરોધમાં ખોટી ફરિયાદ કરી અનાજ માફિયા ભરત ઠક્કરે બચવા માટે હવાતિયાં માર્યા હતા પરંતુ આખરે સત્યનો વિજય થયો છે અને પત્રકાર વિરોધમાં કરેલી ખોટી ફરિયાદના કેસમાં ફરિયાદી ખુદ હવે આરોપી બનીને ભાગતો ફરી રહ્યો છે.

File Photo

આ અનાજ કૌભાંડ પ્રકરણમાં આરોપી ભરત ઠક્કરે દસ દિવસ અગાઉ એક પત્રકારના વિરોધમાં કરેલી ફરિયાદમાં સ્પષ્ટ લખ્યું છે કે તેનો ભાગીદાર લાલા ઉર્ફે હસમુખ સોની નામનો શખ્સ છે તો પછી લાલા સોની સામે ફરિયાદ કેમ નથી થઈ તે પણ એક સવાલ છે માટે હજુ પણ આ કેસમાં ઝીણવટ ભરી તપાસ કરે અને આ અનાજનો જથ્થો કઈ કઈ સસ્તા અનાજની દુકાનમાંથી આવ્યો કે પુરવઠા ગોડાઉનમાંથી આવ્યો હતો એની પાછળ કોણ કોણ સંકળાયેલા છે કેટલા ભાગીદારો છે તે અંગે પણ તપાસ થાય તો હજુ પણ મોટા માથાઓના નામ બહાર આવી શકે તેમ છે.

 

 

From – Banaskantha Update


Share