પાલનપુરના પાંચ ગામોના ગ્રામજનોએ રેલ્વે ટ્રેક પર ચડી વિરોધ નોંધાવ્યો

- Advertisement -
Share

કલેક્ટર અને મંત્રીઓને છેલ્લા ત્રણ વર્ષથી રજૂઆત કરાઇ હોવા છતાં પરિણામ શૂન્ય

પાલનપુર તાલુકાના પાંચ ગામોના ગ્રામજનોને રેલ્વે ટ્રેક નીચે નાળુ ન બનાવતાં પશુપાલકોને દૂધ ભરાવવા ૮ કિલોમીટર ફરીને જવું પડે છે. જેમાં કરજાડા રેલ્વે ટ્રેક પર ગોકળપુરા સહીત પાંચ ગામોના ગ્રામજનોએ બુધવારે વિરોધ દર્શાવ્યો છે. ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણી ભરાતાં ગ્રામજનોમાં ભારે હાલાકી પડી રહી છે. જ્યારે ગ્રામજનો અને પશુપાલકોએ રેલ્વે ટ્રેક પર ચડી સૂત્રોચ્ચાર કર્યાં હતા. કલેકટર અને મંત્રીઓને ત્રણ વર્ષથી રજૂઆત કરી હોવા છતાં પરિણામ ન આવતાં વિરોધ કર્યો હતો.

[google_ad]

પાલનપુર તાલુકાના સૂરજપુરા, લક્ષ્મણપુરા, ગોકળપુરા અને કરજાડા સહીતના પાંચ ગામોના લોકોને અવર-જવર માટે રેલ્વે ટ્રેક પરથી પસાર થવું પડે છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષથી રેલ્વે ટ્રેક નીચે નાળુ ન બનાવતાં ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

[google_ad]

[google_ad]

ગ્રામજનોએ રેલ્વે વિભાગથી લઇ ઉચ્ચકક્ષાએ જાણ કરી હોવા છતાં આ સમસ્યાનું કોઇ જ ઉકેલ આવતો નથી. પશુપાલકોને દૂધ ભરાવવા ૮ કિલોમીટર ફરીને જવું પડે છે. ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણી ભરાતાં ગ્રામજનોમાં ભારે હાલાકી પડી રહી છે.

[google_ad]

ત્યારે જા કોઇ મોટી કોઇ દુર્ઘટના સર્જાય તે પહેલાં આ સમસ્યાનું નિકાલ નહીં કરાય આગામી સમસ્યામાં ઉગ્ર લડતની રજૂઆત કરવાની નોબત પડશે. કલેકટર અને મંત્રીઓને ત્રણ વર્ષથી રજૂઆત કરાઇ હોવા છતાં પણ પરિણામ ન આવતાં બુધવારે વિરોધ નોંધાવ્યો હતો.

[google_ad]

[google_ad]

જ્યારે રેલ્વેના પાટા ક્રોસ કરીને અવર-જવર કરતાં ગ્રામજનોમાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. મહીલાઓ, નાના બાળકો અને વૃધ્ધો સહીતના લોકોને બંને બાજુ જાઇને અવર-જવર કરવી પડે છે જા કોઇ ટ્રેનનો સમય દરમિયાન ફાટક બંધ રહે છે. ત્યારે અવર-જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

[google_ad]

આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ‘પાલનપુર તાલુકાના પાંચ ગામોના ગ્રામજનોને રેલ્વે ટ્રેક નીચે નાળુ ન બનાવતાં પશુપાલકોને દૂધ ભરાવવા ૮ કિલોમીટર ફરીને જવું પડે છે.

[google_ad]

પાંચ ગામોની સમસ્યા છેલ્લા ત્રણ વર્ષથી રેલ્વે વિભાગથી લઇ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઇ હોવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. જા આગામી સમયમાં કોઇ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં રેલ્વે ટ્રેક નીચે નાળુ બનાવવાની કામગીરી થાય તેવી ગ્રામજનોની માંગ છે.’

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!