પાલનપુરનો હાર્દ સમાન ઓવરબ્રિજની નીચે સેફટી માટે મૂકેલાં બે પીલ્લર ખરી પડ્યા

- Advertisement -
Share

પીલ્લરના ઉપરના ભાગે ટ્રાફિકથી વધુ પડતાં વાઈબ્રેસનથી પડ્યાની શક્યતા.

પાલનપુરમાં વહેલી સવારે ઓવરબ્રિજની નીચે સેફટી માટે મૂકેલા બે પીલ્લર માટી ધસતા નીચે જમીન પર ખરી પડ્યા હતા જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી. ઓવરબ્રિજ પર રોડનું ભાગ નીચે ન બેસી જાય તે માટે સાવચેતી પૂર્વક વાહનો પસાર કરવા માટે દિવસભર પોલીસ અને એલ એન્ડ ટીના મજૂરો ખડેપગે રહ્યા હતા. પાલનપુર શહેરમાંથી બહાર નીકળનારા વાહનો કલાકો સુધી ગામમાં ફસાયેલા રહ્યા હતા જેને લઇ દિવસભર ગુરુનાનક ચોક પર ટ્રાફિક જામની સ્થિતિ રહી હતી.

 

 

પાલનપુરમાં રેલવે ઓવર બ્રિજ પર ડબલ ડેકર ટ્રેન પસાર થવાની હોઈ પુલને ઊંચો લેવાની કામગીરી ચાલી રહી છે. રામલીલા મેદાન તરફના ભાગમાં આવેલા રેલવે ઓવરબ્રિજના ભાગને બંને તરફ તોડીને બાજુના બ્રિજને સમારકામ દરમિયાન નુકસાન ન થાય તે માટે થોડા સમય અગાઉ આરસીસીના પીલ્લર ભરવામાં આવ્યા હતા.

 

જે પૈકી બે પીલ્લર ગુરુવારે વહેલી સવારે અચાનક માટી ધસતા નીચે પડી ગયા હતા. પીલ્લરના ઉપરના ભાગે વાહન વ્યવહાર ચાલુ હોવાથી વધુ પડતી વાઇબ્રેશનના લીધે પીલ્લર જમીનદોસ્ત થયા હોવાની શક્યતા એજન્સીના કર્મીઓ વ્યક્ત કરી રહ્યા છે.

 

 

બંને ફરીથી બનાવવામાં આવશે. જો કે, આ ઘટના દરમિયાન શ્રમિક દૂર કામ કરતા હોવાથી બચાવ થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા જ એલએન્ડટી કંપનીના મુખ્ય ઇજનેર સાઇટ સુપરવાઇઝર સહિતનો સ્ટાફ, ડીએફસીસીના અધિકારીઓ તેમજ રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

 

 

જે જગ્યાએથી પીલ્લર નીચે ખરી પડયા હતા ત્યાં ઉપર વાહન વ્યવહાર ચાલુ હોવાથી વાહનોને ધીમે ધીમે પસાર કરાવવામાં આવી રહ્યા હતા. ઓવરબ્રિજની દીવાલમાં માટી નીચે ધસી ન જાય તેની ચિંતા દિવસ પર કંપનીના અધિકારીઓને સતાવતી રહી હતી.

 

Advt

 

ટ્રાફિક પોલીસ કર્મીએ જણાવ્યું કે પુલ પર વાહનો સાવચેતી પૂર્વક જવા દેવામાં આવતા હતા.જેને લઈ શહેરમાંથી બહાર નિકળનાર મોટાભાગનો ટ્રાફિક ગુરુનાનક ચોકમાં અટવાયો હતો. સવારે સંજય ચોક સુધી વાહનોની કતાર લાગી હતી. સતત વાહનોનું નિયંત્રણ કરવામાં ભારે તકલીફ પડી હતી.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!