બનાસકાંઠા જીલ્લા કલેકટર આનંદ પટેલેના હસ્તે વૃક્ષારોપણ રથનું પ્રસ્થાન કરાયું

- Advertisement -
Share

ભારતભરમાં નોંધપાત્ર પ્રમાણમાં જનજાતિ સમાજની વસ્તી છે. દેશભરમાં કુલ 700થી વધારે જનજાતિ જ્ઞાતિના સમૂહો અને અનુસૂચિઓ જોવા મળે છે. જેમાં ગુજરાતના અંબાજી થી ઉમરગામ સુધીના 14 જીલ્લાઓના 46 તાલુકાઓમાં નોંધપાત્ર 36 જનજાતિ સમાજના જ્ઞાતિ સમૂહો અને અનુસૂચિઓ જોવા મળે છે. જે પૈકી બનાસકાંઠા જીલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકાના કુલ-247 ગામો પૈકી 184 ગામમાં જનજાતિ સમાજ વસવાટ કરે છે.

[google_ad]

દાંતા અને અમીરગઢ તાલુકામાં ડુંગરી ગરાસીયા, ડુંગરી ભીલ, માજીરાણા, ડુંગરી ઠાકોર અને ડુંગરી રાવળ એમ કુલ-5 જનજાતિઓ આવેલી છે. બનાસકાંઠા જીલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકાના પ્રત્યેક 184 જનજાતિ સમાજના ગામમાં મા અંબેના પ્રસાદ સ્વરૂપે ગામદીઠ એક વડનો રોપો, ગામદીઠ એક ગુગળનો રોપો તેમજ દાતાઓના સહયોગથી 505 મા અંબેના ભક્તને કેસર કેરીના આંબાની કલમનું વિતરણ કરવા 5 જુદા-જુદા વૃક્ષારોપણ રથ તૈયાર કરવામાં આવ્યા છે.

[google_ad]

આ રથ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી અને જનજાતિ કલ્યાણ આશ્રમ, બનાસકાંઠા દ્વારા અમીરગઢ, વિરમપુર, અંબાજી અને દાંતા વિસ્તારમાં પ્રત્યેક ગામમાં મા અંબેના પ્રસાદ સ્વરૂપે વડ, ગુગળ, આંબાના રોપોઓનું વિતરણ કરાશે. આ રથનું પ્રસ્થાન જીલ્લા કલેકટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના અધ્યક્ષ આનંદ પટેલેના હસ્તે વૃક્ષારોપણ રથનું પ્રસ્થાન કરાવામાં આવ્યું હતું.

[google_ad]

 

આ પ્રસંગે દાંતા અને અમીરગઢ તાલુકાના જનજાતિ જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ વડ, ગુગળ અને આંબાના રોપોઓને માતાજીનો પ્રસાદ સ્વરૂપે ગણી જતન કરી પર્યાવરણ વૃદ્ધિ અને જાગૃતિ કરવા સંકલ્પ લેવડાવામાં આવ્યાં હતાં. તેમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ. જે. ચાવડાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!