એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : ગુડા એકમનો ટાઉન પ્લાનર અને આસીસ્ટન્ટ લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા

- Advertisement -
Share

 

ગાંધીનગરમાં શેરથા હાઇવે પર આવેલા 2 ફાઇનલ પ્લોટના પઝેશન આપ્યા બાદ બંને પ્લોટના ફાઇનલ પ્લોટનો અભિપ્રાય આપવા માટે ટાઉન પ્લાનર દ્વારા રૂ. 15,00,000 ની લાંચ માંગવામાં આવી હતી.

 

 

જેને લઇને ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરો એ.સી.બી. માં ફરિયાદ કરી હતી. જેથી શુક્રવારે એ.સી.બી.ની ટીમે છટકું ગોઠવ્યું હતું. જેમાં ટાઉન પ્લાનર અને પ્લાનીંગ આસીસ્ટન્ટને રૂ. 15,00,000 ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયા હતા.

 

આ અંગેની વિગત એવી છે કે, ગાંધીનગર તાલુકાના શેરથા ગામમાં આવેલા 2 પ્લોટના પઝેશન કલેક્ટર દ્વારા આપવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ બંને પ્લોટના ફાઇનલ માપ માટે ફરિયાદી દ્વારા ગુડાની કચેરીમાં અરજી કરાઇ હતી.

 

આ અરજીને ગુડા દ્વારા નગર રચના અધિકારીના અભિપ્રાય માટે મોકલવામાં આવી હતી. જ્યાં વર્ગ-1 તરીકે ફરજ બજાવતા ટાઉન પ્લાનર નયન નટવરલાલ મહેતા (રહે. 82, નીલકંઠ વીલા, ડી.પી.એસ. રોડ, નોર્થ બોપલ, અમદાવાદ) દ્વારા રૂ. 15,00,000 ની લાંચ માંગવામાં હતી. જેને લઇને ફરિયાદી દ્વારા ગાંધીનગર એ.સી.બી. કચેરીમાં અરજી કરાઇ હતી.

 

ગાંધીનગર એ.સી.બી.ના મદદનીશ નિયામક એ. કે. પરમારના સુપર વિઝનમાં એ.સી.બી. પી.આઇ. એચ. બી. ચાવડા દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. શુક્રવારે સાંજના સમયે ટાઉન પ્લાનર નયન મહેતા સેક્ટર-10 સ્થિત નગર નિયોજનની કચેરીમાં પોતાની ચેમ્બરમાં હતા.

 

તે દરમિયાન ફરિયાદી રૂ. 15,00,000 લઇને પહોંચ્યા હતા. જ્યાં નયન મહેતાએ રૂ. 14,00,000 લીધા હતા. જ્યારે રૂ. 1,00,000 પ્લાનીંગ આસીસ્ટન્ટ વર્ગ-3 નગર રચના અધિકારીની કચેરી ગુડા સેક્ટર-11 માં ફરજ બજાવતા સંજયકુમાર ખુમાનસિંહ હઠીલા (રહે. 155/1 ચ ટાઇપ, સેક્ટર-17 ગાંધીનગર) દ્વારા લેવામાં આવ્યા હતા.

 

બંને અધિકારી અને કર્મચારી દ્વારા સેક્ટર-10 માં આવેલી કચેરીમાં જ રૂપિયા લેતાં એ.સી.બી.ની ટીમે રંગેહાથ ઝડપી પાડયા હતા. ફરિયાદીની પત્નીના નામે શેરથા ગામમાં કલેક્ટરે 2 પ્લોટની ફાળવણી કરી હતી. જેના ફાઇનલ માપ માટે અરજી કરાઇ હતી.

 

સેક્ટર-10 માં આવેલી મુખ્ય નગર નિયોજકની કચેરીમાં વર્ગ-1 માં ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા નયન મહેતાને નગર રચના અધિકારી કચેરી ગુડાના ટાઉન પ્લાનીંગ ઓફીસર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. તેમને જ અભિપ્રાય આપવાનો હતો. જ્યારે આસીસ્ટન્ટ તેમના હાથ નીચે ફરજ બજાવતો હતો.

 

શેરથા ગામ પાસેના હાઇવે પર આવેલી જમીનનો કોમર્શિયલ ઉપયોગ કરવાનો હોવાથી જમીનનું ફાઇનલ માપ કરાવવાનું હોય છે. જેને લઇને ફરિયાદીએ ગુડામાં અરજી કરી હતી. પરંતુ અધિકારી દ્વારા રૂ. 15,00,000 ની લાંચ માંગવામાં આવતાં તેમની સામે ફરિયાદ કરાઇ હતી.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!