પાલનપુરના ચિત્રાસણી રેલવે સ્ટેશન પર દરગાહ માટે રેલવે ટ્રેકને અપાયો વળાંક

- Advertisement -
Share

ચિત્રાસણી રેલવે સ્ટેશન પર દરગાહની પવિત્રતા જાળવવા માટે રેલવે ટ્રેકને વળાંક અપાયો છે. રેલવેનો સ્ટાફ જણાવે છે કે અમદાવાદથી જોધપુર સુધી એવું ક્યાંય નથી કે બે ટ્રેકની વચ્ચે દરગાહ હોય.. પાલનપુરથી 15 કિલોમીટરના અંતરે આવેલા ચિત્રાસણી ગામમાં આઝાદી પૂર્વેનું રેલવે સ્ટેશન તોડી ત્યાંથી થોડે દૂર નવું સ્ટેશન ગત વર્ષે બનાવવામાં આવ્યું છે.

 

 

ગ્રામજનો જણાવે છે કે વર્ષો પૂર્વે જ્યારે અહીં નવા ટ્રેકનું કામ ચાલતું હતું ત્યારે વારંવાર પાણી નીકળતું હતું. દરમિયાન રેલવેના સ્ટાફે અહીં દરગાહ પર ચાદર ચઢાવી તે બાદથી પાણી નીકળવાનું બંધ થયું. એટલે રેલવે સ્ટાફે દરગાહ હટાવવાનું માંડી વાળી ટ્રેકને વળાંક આપ્યો હતો. દર ગુરુવારે અહીં રેલવેનો સ્ટાફ દરગાહ પર ફૂલો ચઢાવે છે. માથું ટેકવે છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!