બનાસકાંઠાના 108 ના કોરોના વોરિયર્સ દ્ધારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કરાયું

- Advertisement -
Share

વિશ્વભરમાં તા. 5 જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. કોરોનાની મહામારીમાં લોકોને વૃક્ષોની કિંમત સમજાઇ ગઇ છે. અત્યાર સુધી લોકો પર્યાવરણના દિવસે વૃક્ષો વાવીને પર્યાવરણ દિનની ઉજવણી કરે છે. બનાસકાંઠા જીલ્લામાં પર્યાવરણના જતન માટે અલગ-અલગ કુલ 29 સ્થળો પર 108 ઇમરજન્સી સેવાના તમામ સ્ટાફ દ્વારા પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કરીને ઉજવણી કરાઇ હતી.

 

 

કોરોના મહામારીમાં દરેક વ્યક્તિને વૃક્ષોની કિંમત થઇ હશે. પોતાના પરિવારમાં કે જે કોરોના મહામારીમાં મૃત્યુ પામ્યા છે. તેઓના મૃતદેહને બાળવા વૃક્ષના લાકડા ઘણા ઉપયોગી બન્યા છે. તે માટે શનિવારે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે જેમાં ડીસા સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રવિરાજભાઇ, પ્રોગ્રામ મેનેજર કમલેશભાઇ પઢિયાર, સુપરવાઇઝર નિખીલભાઇ પટેલ, ડીસા 108 એમ્બુલન્સનો સ્ટાફ, ખિલખિલાટનો સ્ટાફ અને સિવિલ હોસ્પિટલના સ્ટાફના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટાફ દ્વારા કોરોના ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરીને વૃક્ષારોપણ કરાયું હતું.

 

 

જેમાં કોરોના રૂપી મહામારીમાં ફ્રન્ટલાઇન વોરિયર તરીકે ફરજ બજાવી રહેલા કર્મચારીઓ દ્ધારા ઉજવણી કરાઇ હતી. કોવિડ-19 ની બીજી લહેરમાં ઘણા દર્દીઓના ઓક્સિજનની અછતના કારણે મૃત્યુ થયા હતા. ત્યારે આવું લીલુછમ વન ઉભુ કરવાથી પ્રાકૃતિક રીતે પણ ઓક્સિજન વાતાવરણમાં મળી રહેશે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!