પાલનપુરમાં પોલીસે ચોરીના 9 મોટર સાઇકલ સાથે એક શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

પોલીસે કુલ 9 મોટર સાઇકલ સહીત રૂ. 2,20,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

પાલનપુર શહેર પૂર્વ પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે, એક શખ્સ હીરો પેશન પ્રો નંબર પ્લેટ વગરનું મોટર સાઇકલ પાલનપુર માધુપુરા રોડ તરફથી આઇ.ટી.આઇ. ડેરી રોડ

તરફ આવી રહ્યો છે. તે દરમિયાન પોલીસે વોચ ગોઠવી તપાસ કરતાં એક મહીના પહેલાં બનાસ ડેરી કેટલ ફીડની સામે આવેલ ફ્લેટની નીચેથી બાઇક ચોરાયું હતું તેને ઝડપી પાડી વધુ તપાસ કરતાં આરોપી
પાસેથી અલગ-અલગ કુલ 9 મોટર સાઇકલ કિંમત રૂ. 2,20,000 નો મુદ્દામાલ જપ્ત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં દિન-પ્રતિદિન વાહનોની ઉઠાંતરીને અંજામ આપનાર ગેંગ સક્રીય થઇ હોય તેમ એક પછી એક વાહનોની ચોરીની ઘટના સામે આવી રહી છે.

 

ત્યારે બીજી તરફ વાહનોની ઉઠાંતરી કરનાર ગેંગને ઝડપી પાડવા બનાસકાંઠા જીલ્લા પોલીસની અલગ-અલગ ટીમો બનાવી વાહન ચોરીની ગેંગને ઝડપી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 

ત્યારે શનિવારે પાલનપુર શહેર પૂર્વ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ત્યારે તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, આજથી એક મહીના પહેલાં બનાસ ડેરી કેટલ ફીડની સામે આવેલ એક ફ્લેટની

 

નીચેથી મોટર સાઇકલની ચોરી થઇ તે મોટર સાઇકલ હીરો પેશન પ્રો નંબર પ્લેટ વગરનું પાલનપુર માધુપુરા રોડ તરફથી આઇ.ટી.આઇ. ડેરી રોડ તરફ આવી રહ્યો છે.
તે દરમિયાન પોલીસે વોચ ગોઠવી હતી અને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે મોટર સાઇકલને ઝડપી મોટર સાઇકલ ચાલકનું નામ પૂછતાં તેનું નામ મહેશભાઇ વિરસંગભાઇ ડેલ (ચૌધરી) (રહે. પેપોળ

 

ડેરીની બાજુમાં ડેલવાસ, તા.વડગામ) વાળો હોવાનું જણાવ્યું હતું. જે બાદ તેની પૂછપરછ કરતાં આ મોટર સાઇકલ એક મહીના પહેલાં બનાસ ડેરી કેટલ ફીડની સામેથી એક ફ્લેટની નીચેથી ચોરી કરી ગયા હોવાનું જણાવ્યું હતું.

 

જે બાદ પોલીસે વધુ તપાસ કરતાં તેને પાલનપુર અને આજુબાજુના વિસ્તારમાંથી 9 જેટલાં મોટર સાઇકલ ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી.

 

આ અંગે પોલીસે મોટર સાઇકલ જપ્ત કરી કુલ કિંમત રૂ. 2,20,000 નો મુદ્દામાલ જપ્ત કરી શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!