ડીસામાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ, ચોરી, વાહન ઉઠાતરી જેવા બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે ત્યારે ગતરોજ હોળી ધુળેટીની રજા હોવાના લીધે શહેરના જુના શાક માર્કેટમાં આવેલી ત્રણ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી.
ડીસાના જુના શાકમાર્કેટમાં ત્રણ દુકાનોના તાળા તોડી અંદરથી રોકડ રકમ તેમજ અન્ય ચીજ વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ બનાવથી સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
ડીસા શહેરના જુના શાક માર્કેટ વિસ્તારમાં આવેલી ત્રણ કરિયાણાની દુકાનોને ગતરોજ રાત્રે અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી હતી તસ્કરોએ ત્રણ કરિયાણાની દુકાન તાળા તોડી અંદરથી રોકડ રકમ તેમજ અન્ય ચીજવસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
મંગળવારે સવારે વેપારીઓ દુકાનના તુટેલા તાળા જોઈને ચોંકી ઊઠયા હતા અને આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરતા દક્ષિણ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આ મામલે વેપારીઓની ફરિયાદ લઇ અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.
આ અંગે વેપારી રાજુભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે જૂના શાકમાર્કેટમાં અગાઉ પણ અનેકવાર ચોરીની ઘટનાઓ બની ચુકી છે અને આ વિસ્તારમાં પોલીસ પોઈન્ટ મુકવા માટે અનેકવાર રજુઆતો પણ કરી છે.
આ ઉપરાંત રાત્રીના સમયે અહીંયા અસામાજિક તત્વો પોતાનો અડ્ડો જમાવી દારૂની મહેફિલ માણતા હોવાના પણ આક્ષેપ કર્યા હતા અને પોલીસ દ્વારા જૂના શાકમાર્કેટમાં પોલીસ પણ મૂકવામાં આવે તેવી પણ કરી હતી.
From – Banaskantha Update