ડીસામાં લગુમતી સમાજમાં સર્જાઈ મારામારી : ગાડીની બાતમી કેમ આપે છે તેમ કહી 4 શખ્સોએ માતા પુત્ર પર કર્યો હુમલો

- Advertisement -
Share

ડીસાના બીડી કામદાર સોસાયટી ખાતે લગુમતી કોમ ના લોકો વચ્ચે સર્જાઈ મારામારી. ગાડીની બાતમી કેમ આપે છે.તે વાતને લઈ માતા તેમજ પુત્ર પર 4 શખ્સોએ ધારીયા વડે કર્યો હુમલો માતા પુત્ર ઘાયલ થતા સારવાર માટે પાલનપુર ખાતે ખસેડાયા.

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

[google_ad]

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર ખાતે આવેલ બીડી કામદાર સોસાયટી ખાતે રહેતા હમીદાબીબી સુલેમાનભાઈ કુરેશી.તા.17- 07- 21 ના રોજ દસ વાગે અસલમ અહેમદ લતીફ કુરેશી,સઈદભાઈ મુસ્તુફાભાઈ કુરેશી,ખાલિદભાઈ મુમતાજભાઈ કુરેશી,યુસુફભાઈ મહંમદભાઈ ખોખર આ ચારે શખ્સો ધારીયા તેમજ પાઇપો લઈ આવેલ હમીદાબીબી કુરેશી ના ઘરે આવી ને કહેવા લાગેલ કે કયા ગયો સમીર ત્યારે હમીદાબીબી પૂછ્યું સુ થયું.

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

[google_ad]

ત્યારે આ ચાર શખ્સો એ કહ્યું કે સમીર અમારી ગાડી ની બાતમી કેમ આપે છે તેમ કહી ભૂંડી ગાળો બોલવા લાગેલ ત્યારે હમીદાબીબી કુરેશી એ ગાળો બોલવાની ના પાડતા આ ચાર શખ્સો એક દમ ઉશ્કેરાઈ ગયેલ હમીદાબીબી ના ઘરે વરંડો કુદી ને ઘરમાં આવેલા અસલમ અહેમદ લતીફ કુરેશીના હાથ માં રહેલ ધારીયા વડે હમીદાબીબી કુરેશી ના હાથ પર મારેલ ત્યારે હમીદાબીબી કુરેશી નો દીકરો સલમાન દુકાને થી ઘરે આવેલો આ ચાર શખ્સો તેની માતા ને માર મારતા હોવાથી તે છોડાવા વચ્ચે પડેલ ત્યારે અસલમ અહેમદ લતીફ કુરેશી એ હમીદાબીબી કુરેશી ના દીકરા સલમાન ને માથાના ભાગે ધારીયું મારેલ.

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

[google_ad]

તેમજ ચાર શખ્સો દ્વારા ગડદાપાટુનો માર મારવા લાગેલ ત્યારે હમીદાબીબી કુરેશી તેમજ તેમનો દીકરો સલમાન બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.વધુ મારા મારી માંથી છોડાવેલ આ ચાર શખ્સો જતા જતા કહેવા લાગેલ કે આજે તો તમે બચી ગયા પરંતુ લાગ આવશે ત્યારે તમને જાન થી મારી નાખીસુ ત્યાર બાદ હમીદાબીબી કુરેશી તેમજ તેમના દીકરા સલમાન ને સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

[google_ad]

ત્યાર બાદ વધુ સારવાર માટે પાલનપુર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ત્યાર બાદ હમીદાબીબી કુરેશી એ ડીસા દક્ષિણ પોલીસ મથકે આ ચાર અસલમ અહેમદ લતીફ કુરેશી,સઈદભાઈ મુસ્તુફાભાઈ કુરેશી,ખાલિદભાઈ મુમતાજભાઈ કુરેશી,યુસુફભાઈ મહંમદભાઈ ખોખર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!