ડીસામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીએ પ્રાર્થના હોલ તેમજ કોમ્યુટર રૂમ બનાવી ઋણ અદા કર્યું

- Advertisement -
Share

ડીસાના નહેરૂનગર ટેકરા વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળાના નવિન મકાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક રહીશ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીએ પ્રાર્થના હોલ કોમ્પ્યુટર રૂમ તેમજ કુમાર અને કન્યા માટે સેનીટેશનની વ્યવસ્થા ઊભી કરી ઋણ અદા કર્યું હતું.

[google_ad]

ડીસાની નહેરૂનગર પ્રાથમિક શાળાના નવીન મકાનનું ઉદઘાટન અને શિક્ષક પ્રવીણચંદ્ર ઠક્કર નો વિદાય સમારંભ ધારાસભ્ય શશીકાંત પંડયા, નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર, નગરપાલિકા સદસ્ય વાસુભાઇ મોઢ, જીલ્લા શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઇ દવે, ડીસા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શાંતિભાઇ દેસાઇ અને આચાર્ય પાંચાભાઇ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયો હતો. નેહરૂનગર પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી કરશનભાઈ તગાજી જોષી દ્વારા શાળામાં કસુંબીલી પ્રાર્થના હોલ, કુમાર અને કન્યા માટે અધતન સેનિટેશન અને કોમ્પ્યુટર શાળાની ભેટ આપવામાં આવી હતી તેમજ બીજા બે ઓરડા બનાવી આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત બે રૂમ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડયાએ બનાવી આપવાની ખાત્રી આપી હતી તેમજ નગરપાલિકા સદસ્ય વાસુભાઇ મોઢ દ્વારા શાળાને એમ્પલીફાયર સિસ્ટમ ભેટ આપવાની જાહેરાત કરી હતી.

[google_ad]

 

આ ઉપરાંત શાળાના શિક્ષક પ્રવીણચંદ્ર ઠક્કર વય નિવૃત્ત થતાં શાળા પરિવારે સોનાની વીંટી, ફોટો મોમેન્ટો, સન્માન પત્ર તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

[google_ad]

 

 

આ પ્રસંગે બીટ કેળવણી નિરીક્ષક શ્રવણભાઈ અનાવાડિયા, નયનાબેન ઠક્કર, ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી, ચંદુભાઈ એ.ટી.ડી. હાજર રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કનુભાઈ પ્રજાપતિ, જાગૃતીબેન પટેલ, ઈન્દુબેન મકવાણા, પ્રવીણભાઈ સોલંકી તેમજ રાણાભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!