ડીસા શહેર ઉત્તર પોલીસે શરીર સબંધી ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડયો

- Advertisement -
Share

અધિન પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વે ગુ.રા.ગાંધીનગરનાઓએ આપેલ ડ્રાઇવ આધારે મે.જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક તરૂણકુમાર દુગ્ગલ બ.કા.પાલનપુરનાઓ તથા ડૉ.કુશલ.આર.ઓઝા નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ ડીસાનાઓના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સ્પેકટર જે.વાય.ચૌહાણ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન તથા અ.હેડ.કો.અશોકસિંહ તથા અ.પો.કો.ભુરાભાઇ તથા અ.પો.કો.શૈલેષકુમાર તથા અ.પો.કો. વનરાજજીનાઓ વિગેરે પોલીસ સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા.

 

 

દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્‍ટેશન ફસ્‍ટ ગુ.ર.નં. 62/2014 ઇ.પી.કો. કલમ.323, 324, 504, 337, 114 મુજબના ગુનાના નાસતા ફરતા આરોપી (1) રમેશભાઇ પુંજાભાઇ જાતે.દેવીપુજક (વાઘરી) મુળ રહે.ડીસા તા.ડીસા હાલ રહે.બાસ્પા તા.સમી જીલ્લો.પાટણ વાળાની તપાસ કરતા અને તેનો મોબાઇલ નંબર મેળવી મોબાઇલ નંબરનું લોકેશન રાજકોટનું આવતા જે આધારે અત્રેથી એક ટીમ બનાવી રાજકોટ મોકલી આપી આરોપીને તા.08/02/2021 ના કલાક.20:00 વાગે કબ્જામાં લઇ સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!