કાંકરેજ તાલુકા પંચાયતના કચેરી આગળ અરજદારનો આત્મવિલોપનનો પ્રયાસ થતાં ચકચાર

- Advertisement -
Share

કાંકરેજ તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીને અરજદારે શિરવાડા ગ્રામ પંચાયતમાં થયેલો ભ્રષ્ટાચાર બાબતે અરજી આપી હતી. જેમાં અધિકારીએ તપાસમાં સંતોષકારક માહિતી ન આપતા આખરે શુક્રવારે અરજદારે કંટાળી તાલુકા વિકાસ અધિકારીના ચેમ્બર આગળ શરીર પર પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના અંગે શિહોરી અને થરા પોલીસને જાણ કરતાં તેઓની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અરજદારની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

 

 

 

આ અંગેની વિગત એવી છે કે, કાંકરેજ તાલુકા પંચાયતમાં કનુભાઇએ શિહોરી ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થયેલા બાબતે અરજી આપી હતી. પરંતુ અધિકારીએ તપાસમાં સંતોષકારક જવાબ ન આપતાં આખરે શુક્રવારે અરજદારે કંટાળી તાલુકા વિકાસ અધિકારીના ચેમ્બર આગળ શરીર પર પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતાં તાલુકા પંચાયતમાં ભારે દોડધામ મચી ગઇ હતી.

 

 

 

 

આત્મવિલોપન કરનાર અરજદારને આજુબાજુના લોકોએ તાત્કાલીક ઝડપી તેનો જીવ બચાવ્યો હતો. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ અંગે શિહોરી અને થરા પોલીસને જાણ કરાતા તેઓની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અરજદારની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!