ડીસાના બનાસ નદી બ્રિજ પર 2 ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો : સદનસીબે મોટી જાનહાની ટળી

- Advertisement -
Share

બંને ટ્રેલરોના કુરચે-કુરચા ઉડયા : બનાસ નદી બ્રિજ પર કલાકો સુધી ટ્રાફીકજામ સર્જાયો

 

ડીસાના બનાસ નદી બ્રિજ પર ગુરૂવારે આગળ જઇ રહેલ ટ્રેલરને પાછળથી પૂરપાટઝડપે આવી રહેલ ટ્રેલરે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.
જેમાં અકસ્માતમાં બંને ટ્રેલરોના કુરચે-કુરચા ઉડી ગયા હતા. પરંતુ સદનસીબે કોઇ મોટી જાનહાની થઇ ન હતી.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.

 

ત્યારે ડીસા તાલુકામાં છેલ્લા એક સપ્તાહમાં નેશનલ હાઇવે પર મોટા હેવી વાહનોના ડ્રાઇવીંગના કારણે વારંવાર અનેક નાના-મોટા અકસ્માતો સર્જાઇ રહ્યા છે.

વારંવાર સર્જાતા અકસ્માતમાં અત્યાર સુધી અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે અનેક લોકો મોતને પણ ભેટ્યા છે.

ત્યારે ગુરૂવારે વધુ એક અકસ્માત ડીસાના બનાસ નદી બ્રિજ પર બનવા પામ્યો હતો. જેમાં ડીસાના ગાયત્રી મંદિર તરફથી આવી રહેલ ટ્રેલર ચાલકે પૂરપાટઝડપે પોતાનું ટ્રેલર ચલાવી આગળ જઇ રહેલ ટ્રેલરને

 

 

પાછળથી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને ટ્રેલરોના કુરચે-કુરચા ઉડી ગયા હતા. અકસ્માતના પગલે કોઇ મોટી જાનહાની થઇ ન હતી.

 

પરંતુ અકસ્માત સર્જાતા બનાસ નદી બ્રિજ પર કલાકો સુધી ટ્રાફીકજામ સર્જાયો હતો. જે બાદ આ અંગે ડીસા તાલુકા પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી ટ્રાફીકને ખુલ્લો કરાવતાં વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.

 

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!