ડીસામાં અલ્પેશ ઠાકોરની હાઝરીમાં ઠાકોર સેનાની જિલ્લા કારોબારીની બેઠક મળી હતી

- Advertisement -
Share

બનાસકાંઠાના ડીસામાં આજે ઠાકોર સેનાની જિલ્લા કારોબારીની બેઠક મળી હતી. જેમાં ઠાકોર સેનાના સુપ્રીમો અલ્પેશ ઠાકોર હાજર રહ્યા હતા. જોકે, હજારો કાર્યકરોની બેઠકમાં અલ્પેશ ઠાકોર સમાજ સંગઠન સાથે વ્યસન મુક્તિ અને આડકતરી રિતે ભાજપ, કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.

[google_ad]

ચૂંટણી નજીક આવતા જ ફરી બનાસકાંઠામાં ઠાકોર સેના જાગૃત બની રહી છે. આજે જિલ્લા ઠાકોર સેનાની કારોબારી બેઠક ડીસા પાસે ભાજપના અગ્રણી અને પાર્ટીથી નારાજ લેબજી ઠાકોરના કોલ્ડસ્ટોરેજ પર યોજાઈ હતી. જેમાં ઠાકોર સેનાના સુપ્રીમો અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર હાજર રહ્યા હતા.

[google_ad]

 

આ બેઠકમાં જિલ્લાભરમાંથી હજારો ઠાકોર સમાજના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિતમાં યોજાયેલ કારોબારીની બેઠકમાં સમાજમાં શિક્ષણ, સંગઠન અને વ્યસનમુક્તિ સાથે રાજનીતિમાં એકજૂથ થવાની ચર્ચા ઓ થઈ હતી.

[google_ad]

 

જોકે, આડકતરી રીતે ભાજપ-કોંગ્રેસને ઠાકોર સમાજની કદર કરવા ચેતવણી આપી હતી સાથે જ અલ્પેશ ઠાકોરએ જણાવ્યું હતું કે, આ બેઠક માત્ર સમાજના હિતને લઈને યોજાઈ હતી. ચૂંટણી ન હોય તોય બેઠક અને વ્યસનમુક્તિના કાર્યક્રમો ચાલુ રહેશે સાથે મીડિયાએ ભાજપ પાર્ટી ગુજરાત કે બનાસકાંઠામાં ઠાકોર સમાજની અવગણના કરી હોય તેવું લાગી રહ્યું છે તે સવાલમાં અલ્પેશ ઠાકોરે પાર્ટીને જરુર નહિ હોય તો જ અવગણના કરી રહી હોવાનો નિવેદન આપતા ફરી એકવાર અલ્પેશ ઠાકોરએ ભાજપને ચેતવણી આપી હોય તેવું નિવેદન આપ્યું હતું.

[google_ad]

 

આ બેઠકમાં ઠાકોર સેનાના બનાસકાંઠા જિલ્લાના અગ્રણી મુકેસ ઠાકોરએ પણ સમાજ સંગઠન માટે બેઠક યોજાઇ હોવાનું જણાવી આગામી સમયમાં ચૂંટણી અંગે હવે રણનીતિ તૈયાર થશે તેવું જણાવ્યું હતું.

[google_ad]

 

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અલ્પેશ ફરી એકવાર બનાસકાંઠામાંથી હજારો કાર્યકરો એકઠા કરીને ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન શરૂ કર્યું છે ત્યારે આ વખતે ભાજપમાં જોડાયેલ અલ્પેશ ઠાકોર આગામી ચૂંટણી સુધી ભાજપ સાથે રહેશે કે પછી પરત ઘર વાપસી કરે છે તે જોવાનું રહ્યું પણ આજની બેઠકએ બનાસકાંઠાના નેતાઓ માટે ચોક્કસ મુસીબતનો માર્ગ બની શકે છે.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!