એ.સી.બીની સફળ ટ્રેપથી પાલનપુરમાં અધિકારી અને ક્લાર્ક 20 હાજરની લાંચ લેતા ઝડપાયા

- Advertisement -
Share

બનાસકાંઠાના પાલનપુરની સહકારી (ધીરધાર)ની કચેરીએ લાયન્સ મેળવવા માટે આવેલા અરજદાર પાસેથી ધીરધાર અધિકારી અને જુનિયર કલાર્ક રૂપિયા 20,000ની લાંચ લેતાં ઝડપાઇ ગયા હતા. મહેસાણા એસીબીની ટીમે બુધવારે કાર્યવાહી કરી હતી. પાલનપુર સહકારી (ધીરધાર)ની કચેરી ખાતે નાણાં ધીરધાર કરવા માટેના લાયસન્સ મેળવવા એક વેપારીએ અરજી કરી હતી.
જયરામ મુળાભાઈ બારોટ હોદ્દો- સહકારી અધિકારી (ધીરધાર), પાલનપુર. વર્ગ-૩
નાણાં ધીરધારનું લાયસન્સ આપવાની કાર્યવાહી કરવા માટે રહીશ પાસે સહકારી અધિકારી (ધીરધાર) જયરામભાઈ મુળાભાઈ બારોટ અને જુનિયર ક્લાર્ક વિકાસ અશોકભાઈ કરણએ રૂ.20,000 લાંચની માંગણી કરાઇ હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોઇ જે અંગે રહીશે મહેસાણા એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ.વાય.પટેલે ટીમ સાથે પાલનપુર ધીરધાર કચેરીએ છટકું ગોઠવ્યુ હતુ.
વિકાસ અશોકભાઈ કરણ, હોદ્દો- જુનિયર ક્લાર્ક
જ્યાં સહકારી અધિકારી (ધીરધાર) વર્ગ 3 જયરામભાઈ મુળાભાઈ બારોટ અને જૂનિયર કલાર્ક વિકાસ અશોકભાઈ કરણને રૂપિયા 20,000ની લાંચ લેતાં ઝડપી લીધા હતા. આ અંગે મદદનિશ નિયામક, એસીબી ગાંધીનગર એકમ એ.કે. પરમારના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મહેસાણા એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ.વાય.પટેલે ટીમ સાથે પાલનપુર ધીરધાર કચેરીએ છટકું ગોઠવ્યુ હતુ. જ્યાં સહકારી અધિકારી (ધીરધાર) વર્ગ 3 જયરામભાઈ મુળાભાઈ બારોટ અને જૂનિયર કલાર્ક વિકાસ અશોકભાઈ કરણને રૂપિયા 20,000ની લાંચ લેતાં ઝડપી લીધા હતા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!