દાંતામાં શૈક્ષણિક સત્રના પ્રથમ દિને ગુણિયાફળી શાળાના મુખ્ય શિક્ષક ગાયબ

- Advertisement -
Share

ધો. 1 થી 5 ની પ્રાથમિક શાળાના 61 વિદ્યાર્થીઓ પૈકી 11 હાજર અને તે પણ 11 વાગ્યા પહેલાં જ ઘરભેગા થઇ ગયા : પગલાં ભરવા માંગણી કરાઇ

 

શૈક્ષણિક સત્ર શરૂ થતાંની સાથે જ આદિવાસી વસતી ધરાવતા દાંતા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ગુલ્લીમાર શિક્ષકોની ફરિયાદો ઉઠી રહી છે.
જ્યાં સોમવારે પ્રથમ દિને જ તાલુકાની આદિવાસી વસતી ધરાવતી ગુણિયાફળી પ્રાથમિક શાળામાં 11 કલાકે એક પણ બાળક તો જોવા ન મળ્યું પણ મુખ્ય શિક્ષક જ ગાયબ થયેલા જોવા મળ્યા હતા.

 

મહત્તમ આદિવાસી વસતી ધરાવતા દાંતા તાલુકામાં ગુલ્લીમાર શિક્ષકોને કારણે બાળકોના ભાવી પર માઠી અસર પહોંચી રહી છે. શિક્ષણનું સ્તર પણ નીચું જવા પામ્યું છે.
તાલુકાની પે. સેન્ટર શાળાઓ અને મુખ્ય માર્ગ પર સ્થિત શાળાઓને બાદ કરતાં અંતરીયાળ આદિવાસી ગામડાઓની શાળાઓમાં મોટાભાગના અપડાઉનીયા અને અનિયમિત શિક્ષકોની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.

 

શાળા સત્ર શરૂ થતાં જ પ્રાથમિક શાળાઓનો અભ્યાસ ટાઇમ સવારે 7 થી 12 કલાકનો કરવામાં આવ્યો છે. ત્યારે અંતરીયાળ એવા ધુણીયાફળી પ્રાથમિક શાળામાં રીયાલીટી ચેક કરતાં ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી હતી.
જ્યાં ધો. 1 થી 5 ના 61 બાળકો ધરાવતી શાળામાં 2 શિક્ષકોનું મહેકમ છે. પરંતુ પ્રથમ દિને જ 11 કલાકે 61 પૈકી 11 બાળકો હાજર થયા હતા અને તે પણ 11 કલાક પૂર્વે તો ઘર ભેગા થઇ ગયા હતા.

 

શાળાના મુખ્ય શિક્ષક અંગે બીજા મદદનીશ શિક્ષક ઇશ્વરભાઇ નહેરાને પૂછતાં તે પોતે અંબાજી જતાં રહ્યા હોવાનું જણાવ્યું હતું.

 

જો કે, આ અંગે બાળકોના વાલીઓનો સંપર્ક કરતાં તેઓ પણ જણાવી રહ્યા હતા કે, માત્ર એક જ શિક્ષક શાળામાં આવે છે.

 

જ્યારે મુખ્ય શિક્ષક એવા કાનજીભાઇ પટેલ કોઇક દિવસ આવે છે. મોટાભાગે આવતાં જ નથી અને આવે તો પણ તરત જ નીકળી જતાં હોવાનો સંતોષ અને રોષ પ્રગટ કર્યો હતો.

 

આ અંગે વેકેશન પૂર્વે તા. 13 એપ્રિલના પણ શાળાની મુલાકાત લેતાં 10:50 મિનિટે શાળાને ખંભાતી તાળા જોવા મળ્યા હતા.

 

મુખ્ય શિક્ષક કોન્ટ્રાકટ આ અંગે દાંતા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.કે.સોલંકીનો સંપર્ક કરતાં તેમને પણ જણાવ્યું હતું કે ‘આ શાળાનો પ્રશ્ન લાંબા સમયથી છે.
મુખ્ય શિક્ષક કાનજી પટેલ માથાભારે છે. શાળામાં આવતાં જ નથી અને કોન્ટ્રાકટના વ્યવસાયથી જોડાયેલા છે.

 

ડી.પી.ઓ.એ પણ નિર્દોષ શિક્ષકને સજાના દાયરામાં ધકેલ્યો રાજકીય ગોડ ફાધરનું પીઠબળ ધરાવતાં ગુણિયાફળીના મુખ્ય શિક્ષક બાબતે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પણ શંકાના દાયરામાં આવી જવા પામ્યા છે.
જ્યાં મુખ્ય શિક્ષકની ફરિયાદના પગલે ડી.પી.ઓ.એ પણ વેકેશન પૂર્વે શાળાની વિઝીટ કરી દોશી શિક્ષક પર રહેમ કરી નિર્દોષ શિક્ષકને એક સપ્તાહની સજાના ભાગરૂપે બદલી કરી હોવાનું પણ સત્તાવાર રીતે બહાર આવવા પામ્યું છે.

 

અંતરીયાળ વિસ્તારમાં પરિસ્થિતિ ચિંતાજનક આમ તો પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની હાજરી અંગે અંગુઠા સીસ્ટમ ચાલુ કરાઇ હતી.

 

પરંતુ છેલ્લા પાંચેક વર્ષથી સીસ્ટમ જ બંધ કરી દેવાતાં મોબાઇલ ફોન દ્વારા હાજરી ભરાઇ રહી છે. જેના ઉપકરણો પણ શાળાઓમાં હવે ધૂળ ખાઇ રહ્યા છે.
ત્યારે બીજી તરફ જીલ્લા શિક્ષણાધિકારી સાથે પણ આવા ગુલ્લીમાર શિક્ષકોનું સેટીંગ હોવાના આક્ષેપો પ્રજામાં ઉઠવા પામ્યા છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!