પાલનપુરમાં સૌથી મોટી બનાસ બેંકમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઇ

Share

 

બનાસકાંઠા જીલ્લામાં બનાસ બેંકમાં શુક્રવારે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ચેરમેન, વાઇસ ચેરમેન અને 19 ડીરેક્ટરોની સર્વાનુમતે વરણી કરાઇ હતી.

 

 

 

બનાસકાંઠા સહીત જીલ્લાની સૌથી મોટી ગણાતી બનાસકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ. માં શુક્રવારે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઇ હતી.

 

 

 

જેમાં ભાજપ દ્વારા મેન્ડેડ આપતાં ચેરમેન તરીકે અણદાભાઇ પટેલ, વાઇસ ચેરમેન તરીકે પીરાભાઇ ઠાકોર અને 19 ડીરેક્ટરોની સર્વાનુમતે વરણી કરાઇ હતી. જેમાં કાર્યકરોએ ચેરમેન, વાઇસ ચેરમેન અને 19 ડીરેક્ટરોને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share