ડીસામાં 6 દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા : અજાણ્યા શખ્સો સી.સી.ટી.વી. કેમેરામાં કેદ

- Advertisement -
Share

અજાણ્યા તસ્કરોએ અંદાજીત રૂ. 1,75,000 નો મુદ્દામાલ ઉઠાવી ગયા

 

ડીસા-પાટણ હાઇવે પર તસ્કરોએ કહેર મચાવ્યો હતો. તસ્કરો પ્રોવિઝન સ્ટોર, સુપર માર્કેટ, મોબાઇલ અને ફૂટવેર સહીતની 6 દુકાનોના શટર તોડી રૂ. 1,75,000 ની માલમત્તાની ચોરી કરી જતાં ચકચાર મચી ગઇ
છે. આ અંગે દુકાનદારોએ પોલીસને જાણ કરતાં ડીસા દક્ષિણ પોલીસ દોડી આવી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, શિયાળાની ઋતુ જામવા લાગી છે. ત્યારે ડીસામાં તસ્કરો પણ ઠંડીની ઋતુનો લાભ લઇ પોતાનો કસબ અજમાવવા મેદાને આવી ગયા છે.
ડીસા-પાટણ હાઇવે પર એસ.વી. પ્લાઝા સામેના માર્ગ પર એક કોમ્પલેક્ષમાં આવેલી 6 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી.
જેમાં તસ્કરોએ ધરણીધર સુપર માર્કેટમાંથી રોકડ રકમ અને કરીયાણાના મુદ્દામાલ ચોરી કરી હતી. જ્યારે તેની બાજુમાં આવેલી વીરકૃપા પ્રોવિઝન સ્ટોરમાં પણ રૂ. 1,00,000 થી વધુનો માલ સામાન ઉઠાવી ગયા હતા.
આ ઉપરાંત તસ્કરો બાજુની એ.કે. મોબાઇલ નામની દુકાનમાંથી પણ રોકડ અને મોબાઇલ ફોન મળી રૂ. 13,000 ના મુદ્દામાલની ચોરી કરી હતી.
જ્યારે તેની બાજુમાં આવેલી કનૈયા ફૂટવેર નામની દુકાનમાંથી પણ તસ્કરો 38 જોડી બૂટ-ચંપલ અને રોકડ રકમ ચોરી ગયા હતા. જ્યારે રાધે રેકોડીંગ સ્ટુડીયોમાં પણ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

 

આ સિવાય તસ્કરોએ અન્ય 3 દુકાનોના શટર તોડયા હતા. આમ તસ્કરો કુલ 6 દુકાનોના તાળા તોડી અંદાજીત રૂ. 1,75,000 નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. જ્યારે અન્ય દુકાનોમાં શટર તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો.
આ અંગેની સવારે જાણ થતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. દુકાનદારોએ પોલીસને જાણ કરતાં ડીસા દક્ષિણ પોલીસ દોડી આવી હતી. જયારે એફ.એસ.એલ., ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતો અને ડોગને બોલાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!