ડીસામાં ગૌચરની જમીન પચાવી પાડવાનું કૌભાંડ : કાર્યવાહી નહિ થાય તો મુખ્યમંત્રીની ઓફિસ આગળ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી

- Advertisement -
Share

બનાસકાંઠાના ડીસા તાલુકાના પેછડાલ ગામે વધુ એક જમીન કૌભાંડ સામે આવ્યું છે. જેમાં જમીન માલિકે ખોટા રેકોર્ડ ઉભા કરી, ખોટા દસ્તાવેજ બનાવી અને ગૌચરની કરોડો રૂપિયાની જમીન પર કબજો કરી બારોબાર વેચી મારી હોવાની ઘટના બની છે ત્યારે આ મામલે ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી નહીં થાય તો ગામના 200થી પણ વધુ લોકો મુખ્યમંત્રીની ઓફિસ આગળ જઈ ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.

[google_ad]

 

ડીસા તાલુકાના પેછડાલ ગામે જમીન વિવાદ મામલે ગામજનોએ સ્થાનિક કચેરીથી લઇ દિલ્હી સુધી ફરિયાદ કરી છે જેમાં પેછડાલ ગામે સેનાભાઈ ઠાકોરની સર્વે નંબર 77, 78ની માલિકીની જમીન આવેલી છે, જેમણે આ જમીન 1995માં માત્ર સ્ટેમ્પના આધારે વસતાભાઇ વેચી હતી. ત્યારબાદ આ જમીન પર વસતાભાઈનો કબજો હતો પરંતુ માત્ર સ્ટેમ્પના આધારે વેચેલી જમીન સેનાભાઇએ બીજી વાર ટેટોડા ગામના હરેશભાઇ ચૌધરી અને દસરથભાઈ ચૌધરીને વેચી હતી.

[google_ad]

 

આ જમીન ખરીદનાર બંને લોકોએ ગૌચરની જમીન પચાવી પાડવા કાવતરું રચ્યું જેમાં ગામની ગૌચરની સર્વે નંબર 1082માં ખોટી રીતે સર્વે નંબર 77, 78 હોવાના ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા, ખોટી દિશાઓ દર્શાવતા અને ખોટા બનાવટી દસ્તાવેજોના આધારે તેમણે આ સર્વ નંબરની જમીન બીજીવાર વેચી દીધી હતી.

[google_ad]

 

આમ 3 કિલોમીટર દૂર અંતરિયાળ વિસ્તારમાં આવેલી અને વેચેલી જમીન ખોટા દસ્તાવેજોના આધારે ગામમાં કરોડો રૂપિયાની ગૌચરની જમીન પર દસ્તાવેજ બનાવી બીજી વાર વેચી દઈ કબજો કર્યો છે. જે બાબતે ગ્રામજનોના ધ્યાને આવતા જ ડીસા મામલતદાર કચેરી, નાયબ કલેકટર કચેરી અને કલેક્ટર કચેરીમાં લેખિત ફરિયાદ કરી હતી અને જો ખોટા દસ્તાવેજોના આધારે જમીન પચાવી પાડવા માટે કાવતરૂં રચનાર લોકો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો તમામ ગ્રામજનો મુખ્યમંત્રીની ઓફિસ આગળ ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.

[google_ad]

 

ગામના હરજીત ચૌધરીએ જણાવ્યું હતું કે જો ન્યાય નહીં મળે તો મુખ્યમંત્રીની ઓફિસ આગળ જઈને ધરણા પર બેસીસુ જ્યારે ઈશ્વરભાઈ ચૌધરિએ જણાવ્યું હતું કે ખોટા રેકોર્ડ ઉભા કરી ગૌચરની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાનું કૌભાંડ આચર્યું છે, આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

[google_ad]

 

જોકે, હાલ એક તરફ સરકાર ગૌચરની જમીન ખુલ્લી કરાવવાની વાતો કરી રહી છે પરંતુ બીજી તરફ પેછડાલ ગામમાં ખોટા દસ્તાવેજના આધારે કરોડો રૂપિયાની ગૌચરની જમીન પર કબજો કર્યો છે અને જાગૃત ગ્રામજનોએ ફરિયાદ કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા હજુ સુઘી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે સરકાર આવા ભૂમાફિયાઓ સામે લેન્ડિંગ ગ્રેબિંગ એકટ મુજબ ગુન્હો નોંધી કડક કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની માંગ છે.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!