દંપતિઓ દ્વારા વૃક્ષ-પૂજન કરી “ચામુંડા પીપળવન” (ઓક્સિજન પાર્ક : 1600 વૃક્ષો)નું નિર્માણ થયું

- Advertisement -
Share

આજરોજ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને વનવિભાગના ઘનિષ્ઠ વનીકરણ અંતર્ગત પાટણના કુણઘેર ગામ ખાતે મનરેગા, ગ્રામ પંચાયત અને આર્યાવ્રત નિર્માણ દ્વારા “ચામુંડા પીપળવન”નો શુભારંભ તાલુકા પંચાયતના પ્રમુખ માયાબેન ઝાલાના અઘ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો.

[google_ad]

મુખ્ય મહેમાન તાલુકા વિકાસ અધિકારી ડો. અરવિંદભાઈ પ્રજાપતિ દ્વારા પર્યાવરણ જાળવણી માટે સરકારની યોજનાઓનો લાભ લેવા તથા ગ્રામજનો ખુદ સક્રિય રહી આ વૃક્ષો ઉછેરે એ માટે આહવાન કરવામાં આવ્યું.

[google_ad]

 

આર્યાવર્ત નિર્માણના પ્રમુખ નિલેશ રાજગોર દ્વારા પર્યાવરણ અને પ્રકૃતિનું સંરક્ષણ એવમ સંવર્ધન કરવા ગ્રીન કમાન્ડોના સંકલ્પ ઉપસ્થિત સૌ ગ્રામજનો અને મહેમાનો પાસે લેવડાવવામાં આવ્યા તથા દરેક દંપતિઓ અને ગ્રામજનો પાસે વૃક્ષ પૂજન કરાવી મંત્રોચ્ચાર સાથે વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું.

[google_ad]

 

 

ઉલ્લેખનીય છે કે, આ જગ્યા એ ગામના ચમાર જ્ઞાતિના ચર્મકુંડની છે અને ચામુંડા માતા સૌના કુળદેવી છે એટલે સૌ જ્ઞાતિજનોએ એકસંપ થઈ આર્યાવર્ત નિર્માણ સંસ્થાના માર્ગદર્શનમાં મનરેગા યોજના હેઠળ સાફસફાઈ કરી, ખાડા કરી સતત 3 વર્ષ સુધી ઉછેરવાની જવાબદારી સાથે દરેક દંપતિએ હાજર રહી વૃક્ષોનું પૂજન કરી વાવ્યા અને ઉછેરવા સંકલ્પબદ્ધ થયા છે જે સમાજ માટે પ્રેરણાદાયક છે.

[google_ad]

 

આ પ્રસંગે કુણઘેર જીલ્લા પંચાયત ડેલીગેટ, તાલુકા પંચાયતના ડેલીગેટ દીપસંગજી ઠાકોર, મનરેગાના જ્યોતિબેન, ભરતભાઈ, નિકુબેન તથા સ્ટાફ, પૂર્વ ડેલીગેટ લક્ષમણસિંહ પરમાર, પૂર્વ સરપંચ પરાગજી રાજપૂત, દૂધ મંડળીના મંત્રી બાબુજી ગોહિલ, ઉપસરપંચ ઉદેસિંહ રાઠોડ, પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર, તલાટી સહિત સૌ ગ્રામજનો માવજીભાઈ પરમાર, નરસિંહભાઈ, મનીશભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગ્રામ પંચાયતના સદસ્ય અને એડવોકેટ ગીરીશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતુ.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!