ડીસા શહેર-તાલુકાની 3.27 લાખ જનતાનું રૂ. 63.80 લાખ વિમા પ્રિમિયમ ભરી અકસ્માત વિમાથી સુરક્ષિત કરાયા

- Advertisement -
Share

 

ડીસા માર્કેટયાર્ડ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ડીસા શહેર-તાલુકાની જનતાને અકસ્માત વિમા કવચ પુરૂ પાડવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે ડીસાની 3.27 લાખ જનતાનું રૂ. 63.80 લાખ વિમા પ્રિમિયમ ભરી અકસ્માત વિમાથી સુરક્ષિત કરાયા છે.

 

 

ઉત્તર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-ડીસા ડીસા માર્કેટયાર્ડ ચેરમેન માવજીભાઇ દેસાઇ અને સંચાલક મંડળ દ્વારા ડીસા માર્કેટયાર્ડમાં કામકાજ કરતાં વેપારીઓ, લાયસન્સ ધારકો, હમાલ, તોલાટ અને કર્મચારીઓ સહીત ડીસા શહેર તેમજ તાલુકાની 5 વર્ષથી 70 વર્ષ સુધીની 3,27,813 જન સંખ્યાને અકસ્માત વિમા યોજનામાં સમાવેશ કરાયો છે.

 

 

આથી શુક્રવારે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃતભાઇ જોષીએ વિમા પ્રિમિયમના રૂ. 63,80,089 ની રકમનો ચેક ધી ઓરીએન્ટલ ઇન્શયોરન્સ કંપનીના સિનિયર ડીવીઝનલ મેનેજર એ.આર.વણકર, વિમા અધિકારી વાય.એન.પરીખ અને એમ.કે.પુરોહીતને સુપ્રત કરાયો હતો.

 

આ અંગે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃતભાઇ જોષીએ જણાવ્યું હતું કે, ‘બજાર સમિતિ દ્વારા દર વર્ષે ડીસા શહેર અને તાલુકાની જનતાને અકસ્માત વિમા પોલીસી અંતર્ગત વિમા કવચ પુરૂ પાડે છે. જેથી ચાલુ વર્ષે પણ 3.27 લાખ જનતાનું રૂ. 63.80 લાખ પ્રિમિયમ ભરવામાં આવ્યું છે.’

 

 

 

 

From-Banaskantha update

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!