ચિત્રાસણી ગામમાં ચિત્રાસણી યુવા સંગઠનએ રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કર્યું

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના ચિત્રાસણી ગામ ખાતે ચિત્રાસણી યુવા સંગઠન દ્વારા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચિત્રાસણી ગામના યુવાઓ એકત્ર થઈ પ્રાથમિક કેન્દ્ર શાળા ખાતે રક્તદાન કેમ્પ યોજી જે રક્તની જરૂર કેટલાય પ્રકારની ઇમર્જન્સી પરિસ્થિતિ જેવી કે કુદરતી આફતો, અકસ્માત, યુદ્ધ વખતે થતી ઇજાઓમાં પણ ખુબ જ જરૂર પડે છે. જેવા અનેક પ્રકારના ઇમર્જન્સી કેસોમાં ઉપયોગમાં લેવા આવે તે હેતુથી આ કાર્યક્રમ યોજ્યો હતો.

 

ચિત્રાસણી યુવા સંગઠન દ્વારા એક રક્તદાન શિબિરનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના યુવાનો એકત્ર થઈ ચિત્રાસણી પ્રાથમિક શાળા ખાતે રક્તદાન કેમ્પ યોજ્યો હતો જે અંદાજે 50થી વધુ રક્તની બોટલો એકત્ર થઇ હતી ચિત્રાસણીના યુવાનો અબરાર ખાન સિંધી, અનિલભાઈ કાલેટ, ગુલાબખાન સુમરા, આબીદખાન સિંધી, અફઝલખાન ચાવડા, સંજયભાઈ ચૌધરી, કમલેશભાઈ રાવલ, રમેશભાઈ સુમરોટ, ભરાતભાઈ ભગત જેવા કેટલાય યુવાઓ જોડાઈ આ કાર્યક્રમને સફળ કર્યો હતો.

આ અંગે ગામના સૌકત ભાઈએ જણાવ્યુ હતું કે, ચિત્રાસણી ગામના યુવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં 50 જેટલી બોટલ એકત્ર કરવામાં આવી છે. ડીલીવરીમાં બે-બે જીવ બચતા હોઈ જે સમયે બ્લડની મારામારી હોય અને આ બ્લડ ફ્રીમાં કામ આવે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!