ટ્રેપ તારીખ :- 18/02/2021
સહકાર આપનાર:-
એક જાગૃત નાગરીક
આરોપી :- રાજેન્દ્રકુમાર પ્રતાપજી બ્રહ્મભટ્ટ ઉ.વ.- 57 ,
નોકરી : સહકારી અધિકારી, ગ્રેડ-1, વર્ગ-3, (દુધ) જીલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, મહેસાણા
ફરીયાદીની પત્નીએ હાલમાં જિલ્લા પંચાયતની 35-સવાલા સીટ ઉપર ઉમેદવારી નોંધાવેલ, જેમાં પ્રતિસ્પર્ધીએ ફરિયાદીનાં પત્નીનું ફોમૅ રદ કરવા વાંધા અરજી આપેલ.
જે વાંધાઓનો ફરિયાદીના પત્નીએ લેખીતમાં ખુલાસો કરેલ, તે વખતે આ કામના આક્ષેપિતે ફરિયાદીના સંબંધીને જણાવેલ કે, ફરિયાદીના પત્નીનું ફોમૅ મંજુર કરી, સાહેબ પાસે હુકમ કરાવવાના કામ બાબતે પોતાના એક લાખ રૂપિયા અલગથી તથા સાહેબના જુદા એ રીતે લાંચની માંગણી કરેલ.]
ફરિયાદીના સંબંધીએ ફરિયાદીને જાણ કરતા ફરિયાદી આક્ષેપિતને મળતાં આક્ષેપિતે રૂબરૂમાં રૂપિયા એક લાખની માંગણી પોતાના માટે કરેલ.
જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય, જેથી ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપતાં જે ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન, આક્ષેપિતે રૂ.1,00,000/- ની લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઈ જઈ ગુનો નોધાયો.

સ્થળ :-
વિશ્રામ ગૃહ, વિસનગર.
ટ્રેપ કરનાર અધિકારી:- એચ.બી.ગામેતી પો.ઈ. ગાંધીનગર એ.સી.બી. પો.સ્ટે.
સુપરવિઝન અધિકારી:- એ. કે. પરમાર મદદનિશ નિયામક, એ.સી.બી, ગાંધીનગર એકમ, ગાંધીનગર
From – Banaskantha Update