અમીરગઢ બોર્ડર પર થર્ટી ફર્સ્ટને લઇ બ્રેથ એની લાઇઝર મશીન દ્વારા પોલીસે ચેકીંગ હાથ ધર્યું

Share

 

થર્ટી ફર્સ્ટને લઇ ગુજરાતમાં દારૂ સહીત માદક દ્રવ્યો ઘૂસાડવામાં ન આવે તે માટે બનાસકાંઠા જીલ્લા પોલીસ એલર્ટ બની છે. અમીરગઢ બોર્ડર પર પોલીસ દ્વારા બ્રેથ એની લાઇઝર મશીન દ્વારા લોકોને ચેક કરવામાં આવી રહ્યા છે.

 

 

થર્ટી ફર્સ્ટને લઇ દારૂ અને અન્ય માદક દ્રવ્યો ગુજરાતમાંના ઘૂસે તે માટે પોલીસનું રાત-દિવસ બોર્ડર પર ચેકીંગ હાથ ધરાયું છે. બનાસકાંઠા એસ.પી.ની સુચના અનુસાર, જીલ્લાની અમીરગઢ ગુન્દ્રી ખોડા અને નેનાવા બોર્ડર પર પોલીસે પેટ્રોલિંગ સહીત સઘન ચેકીંગ હાથ ધર્યું હતું.

 

 

બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી આવતાં વાહનો અને લોકો પર પોલીસ બાજ નજર રાખી રહી છે. પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. બ્રેથ એની લાઇઝર મશીન દ્વારા લોકોને ચેક કરવામાં આવી રહ્યા છે.

 

 

 

અમીરગઢ પી.એસ.આઇ. એમ.કે. ઝાલાએ જણાવ્યું હતું કે, ‘અમીરગઢ બોર્ડર પર પોલીસ રાજસ્થાનથી આવતાં વાહનોનું સઘન ચેકીંગ કરી રહી છે. ગુજરાતમાં દારૂ અને નશીલા પદાર્થો ન ઘૂસે તે માટે પોલીસ દ્વારા હાલ ઝીણવટપૂર્વક ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.’

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 


Share