ચુડમેરના શિક્ષકને છરી મારી લૂંટ કરનાર શખ્સને એલ.સી.બી. પોલીસે ત્રણ વર્ષે ઝડપ્યો

- Advertisement -
Share

થરાદના ચુડમેર ગામના શિક્ષક ચમનભાઇ રત્નાભાઇ વરણ તા.8 મે-2018ના રોજ ગામની મંડળીએ દૂધ ભરાવવા ગયા હતા. આ વખતે ત્યાં ઉભેલા વિનોદભાઇ જયરામભાઇ વરણે અપશબ્દો બોલતાં તેમણે ફોનનું વિડીયો રેકોર્ડીંગ કરતાં છરી મારી જમણા હાથની કોણી પર બચકું ભરીને ખિસ્સામાંથી પાંચ હજાર લઇ લીધા હતા. થરાદ પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

[google_ad]

 

બનાવ બાદ વિનોદભાઇ ફરાર થઇ ગયો હતો. જે છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો. જેને જીલ્લાની એલ.સી.બી. પોલીસની ટીમે થરાદમાં પેટ્રોલિંગ દરમિયાન હનુમાન મંદિર બાજુથી ઝડપી બુધવારે કોર્ટમાં રજુ કરાતાં એક દિવસના રિમાન્ડ પણ પોલીસે મેળવ્યા હતા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!