ડીસામાં પતિએ પત્ની પર આડા સબંધનો વહેમ રાખી પત્નીનું ગળું કાપી હત્યાનો પ્રયાસ કર્યો

- Advertisement -
Share

ડીસામાં આડા સંબંધનો વહેમ રાખી પતિએ પત્નીનું ચપ્પા વડે ગળું કાપી હત્યા કરવાની કોશિશ કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે રૂમની બહાર બેઠેલા પિયરીયાઓ અને સાસરિયાઓએ દરવાજો તોડી યુવતીને બચાવી હતી અને લોહી લુહાણ હાલતમાં યુવતીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી.

ડીસાના કૈલાશ નગરમાં રહેતા વિજય સુથારે એક વર્ષ અગાઉ સમાજના રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તરત જ વિજયે તેની પત્નીના કોઈ સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી શારીરિક, માનસિક ત્રાસ આપતો હતો. જોકે તેમની પત્નીએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ સાટા પદ્ધતિમાં લગ્ન કર્યા હોવાથી તેઓ છુટાછેડા લઈ શક્યા નહોતા.
ગઈકાલે તેમના પિયારીયાઓ જમાઈને સમજાવવા માટે ડીસા આવ્યાં હતાં, તે દરમિયાન તેમની પત્ની રૂમમાં એકલી હતી. તે સમય તેના પતિએ રૂમનો દરવાજો બંધ કરી અચાનક તેની પત્નીના ગળાના ભાગે ચપ્પાના ઘા મારી હત્યા કરવાની કોશિશ કરી હતી. બચવા માટે તેની પત્નીએ બૂમાબૂમ કરી તેના પતિના હાથમાંથી ચપ્પુ પડાવી લેવાની કોશિશ કરી હતી.
ઘટનાને પગલે રૂમની બહાર બેઠેલા તેમના પિયરિયાઓ અને સાસરિયાઓએ દરવાજો તોડી યુવતીને બચાવી હતી. જ્યારે હુમલો કરનાર વિજય રૂમની પાછળની બારીમાંથી નાસી ગયો હતો. લોહી લુહાણ હાલતમાં યુવતીને સારવાર માટે તાત્કાલિક ડીસાની સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જે અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે હત્યાની કોશિશ કરનાર પતિ સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!