ડીસાના વોર્ડ નંબર 5ના સદસ્યએ ચીફ ઓફિસરને બાકી પડેલા કામો પુરા કરાવવા લેખિતમાં કરી રજુઆત

- Advertisement -
Share

ડીસા શહેરમાં આવેલ વોર્ડ નંબર 5ના વિસ્તારમાં રોડ, ગટર તેમજ પેવર બ્લોકની કામગીરી બાકી હોવાથી સ્થાનિક અપક્ષના કોર્પોરેટરએ સત્વરે કામગીરી ચાલુ કરવા ડીસા ચીફ ઓફિસરને લેખિત તેમજ મૌખિતમાં કરી રજુઆત.

[google_ad]

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં નગરપાલિકાએ ભાજપ શાસિત નગરપાલિકા છે. ડીસા શહેરમાં આવેલ વોર્ડ નંબર પાંચ વિસ્તારમાં (1)સિંધી કોલોની વિસ્તારમાં ગલીઓમાં પેવર બ્લોક નાખવાના બાકી તેમજ લુહાર વાસમાં ગટર બનાવાની બાકી અને પોસ્ટઓફિસ પાસે આવેલ નાળાનું કામ ચાલુ કરાવા તેમજ

[google_ad]

 

(2) સંત અન્ના સ્કૂલ પાસે આવેલ હનુમાન શેરીમાં સી.સી.રોડ તેમજ પેવર બ્લોક નાખવાનું, તેમજ આ વિસ્તારમાં રહેતા નાગરિકોના ઘરની આકારણી કરવાની બાકી છે.

[google_ad]

ફાઈલ ફોટો

(3)રાજશ્રી સ્વીટ્સની બાજુમાં આવેલ ગલીમાં સી.સી રોડ બાકી છે. (4)જયભારત સોસાયટીમાં પેવર બ્લોક નાખવાના બાકી છે. (5)અંબિકાનગરનું નાળાનું કામ બાકી હોવાથી સત્વરે કામ ચાલુ કરવા. આ તમામ સમસ્યા વોર્ડ નંબર પાંચના વિસ્તારમાં બાકી હોવાથી સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને ભાજપ શાસિત નગરપાલિકા હોવા છતાં ભાજપના સ્થાનિક કોર્પોરેટરને આ સમસ્યા દેખાતી નથી જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી પડી રહી છે.

[google_ad]

Advt

સ્થાનિક લોકો દ્વારા અનેક વાર સ્થાનિક ભાજપના કોર્પોરેટર તેમજ નગરપાલિકામાં લેખિત તેમજ મૌખિક રજુઆત કરી હોવા છતાં આજ દિન સુધી આ તમામ રજુઆત ધ્યાને લીધે નહિ ત્યારે વોર્ડ નંબર પાંચના અપક્ષના સદસ્ય એવા કેલા મધુબેન શ્રવણકુમાર દ્વારા આ વિસ્તારની ચિંતા કરી સ્થાનિક લોકોની રજુઆતને સાંભળી ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને તમામ કામ ચાલુ કરવા તેમજ સુવિધા પૂરી પાડવા લેખિત રજુઆત કરવામાં આવી છે.

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!