પાલનપુરનો આ યુવક જન્મદિવસની અનોખી ઉજવણી કરે છે : 11 વર્ષથી પાણીની પરબ ખુલ્લી મૂકે છે

- Advertisement -
Share

છેલ્લા 11 વર્ષથી પાલનપુરનો એક યુવક પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરે છે. જેમાં ઉનાળાના ચાર માસ દરમિયાન આ યુવક પાલનપુરના ગુરુનાનક ચોકમાં પાણીની પરબ ખુલ્લી મૂકે છે અને ઉનાળામાં લોકોની તરસ છીપાવે છે.

 

 

સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણી એક દિવસની હોય છે. પરંતુ આ યુવકની ઉજવણી ચાર માસ ચાલે છે. ચાર માસ નિયમિત રોજ લોકોને ઠંડું પાણી મળી રહે તેની વ્યવસ્થા કરે છે.

 

 

સમાજસેવા સાથે સંકળાયેલા પાલનપુરના હરેશ ચૌધરી નામના યુવક 11 વર્ષથી પાલનપુર ગુરુનાનક ચોકમાં પાણીની પરબ ખુલ્લી મૂકે છે. ચાર માસમાં ઉનાળામાં ધોમધખતા તાપમાં લોકોને તરસ છીપાવવાનું કામ કરે છે.

 

 

આ યુવક પોતાના જન્મ દિવસને યાદગાર બનાવવા માટે દર વર્ષે પાણીની પરબ ખુલ્લી મૂકી અને સેવાકીય પ્રવૃત્તિ કરે છે. ચાર માસમાં નિયમિત રોજ આવતા જતા હજારો લોકોને ઠંડું પાણી મળી રહી તે હેતુથી ઠંડા પાણીની મિનરલ વોટરની પરબ ખુલ્લી મૂકી છે અને ઉનાળામાં લોકોની તરસ છીપાવી પોતાના જન્મ દિવસને યાદગાર બનાવે છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!