જુનાડીસાના બસ સ્ટેશન પર ખાનગી વાહનોનો ખડકલો : અકસ્માતની ભિતી, વાહન ચાલકો પરેશાન

- Advertisement -
Share

ડીસા-પાટણ હાઇવે પરના જુનાડીસા બસ સ્ટેશન પર ઈકો સહિતના ખાનગી પેસેન્જર વાહનો રસ્તા વચ્ચે જ ઉભા કરી દેતા અન્ય વાહન ચાલકો પરેશાન થઇ ઉઠ્યાં છે. ત્યારે સ્થાનિક લોકો આવા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી રહ્યાં છે.

[google_ad]

 

ડીસા તાલુકાના જુનાડીસા ગામ કરતા હાઇવેનો વિકાસ વધી રહ્યો છે. જુનાડીસાના બસ સ્ટેશન પર દિવસ પર હજારો મુસાફરો અવરજવર કરે છે ત્યારે ડીસા-પાટણ તરફથી અવરજવર કરતાં ઈકો જેવા ખાનગી પેસેન્જર વાહનો રોડ વચ્ચે જ લાઇનો લગાવી અડીગો જમાવી બેસી રહે છે.

[google_ad]

આ ઉપરાંત અન્ય વાહન ચાલકોને રોગ સાઇડમાં ચાલવું પડતું હોવાથી અકસ્માતનો ભય રહે છે. સવાર અને સાંજના સમયે ગાડીઓ રોડની વચ્ચે જોવા મળતા ટ્રાફિકના નિયમોનો છડેચોક ઉલ્લંઘન કરતા હોય છે.

[google_ad]

 

આ ઉપરાંત રસ્તા વચ્ચે ઉભેલી ગાડીના ચાલકોને સાઈડમાં ઉભા રહેવા માટે આમ નાગરિક દ્વારા વિનંતી કરવામાં આવે છે ત્યારે તેઓ અપશબ્દો બોલી અને કહેનાર વ્યક્તિ સામે દાદાગીરી કરતા હોવાની પણ બૂમરાણ ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જુનાડીસા પીકઅપ સ્ટેન્ડ પર તાલુકા પોલીસ દ્વારા ટ્રાફિક પોઈન્ટ મુકવામાં આવે તેવું ગામ લોકો ઇચ્છી રહ્યા છે.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!