પાલનપુરના ગઢની જ્વેલર્સની દુકાનમાં ધોળા દિવસે 2.75 લાખની ચોરી, જુઓ CCTV ફૂટેજ

- Advertisement -
Share

પાલનપુર તાલુકાના ગઢ ગામે આવેલ પાયલ જવેલર્સની દુકાનમાં ધોળા દિવસે એક શખ્સ દ્વારા વેપારીની નજર ચૂકવી 2.75 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા પાયલ જવેલર્સ નામની દુકાનદારે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં ચોરી તેમજ લૂંટના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે તેમજ ચોરોને જાણે પોલીસનો કોઇ ડર ન હોય તેમ દિનદહાડે એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.
ત્યારે પાલનપુર તાલુકાના ગઢ ગામે આવેલ પાયલ જવેલર્સ નામની દુકાનમાં દહાડે એક વેપારીની નજર ચૂકવી એક અજાણ્યા શખ્સ દ્વારા 2.75 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા પાયલ જવેલર્સ નામની દુકાનદારે ગઢ પોલીસ મથકે દાગીનાની ચોરી થયા હોવાની ફરિયાદ નોંધાવ્યા પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!