બોર્ડર રેન્જ ભુજ આઈ.જી.પી જે.આર મોથલીયા તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ જિલ્લામાં ચોરીના બનાવો બનતા અટકાવવા તેમજ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા આર.જી.દેસાઈ. પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના હેડ.કોન્સ નરેશભાઈ, દિગ્વિજયસિંહ, મહેશભાઈ, દિનેશભાઇ, જયપાલસિંહનાઓ આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સબંધી પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન એક શંકાસ્પદ મોટર સાયકલ સાથે એક ઈસમ આવતો હોય જેનું નામ ઠામ પૂછતાં પોતાનું નામ અબસિહ ઉકાજી જાતે .રાજપૂત રહે. મોરાલ તા. લાખણી જી.બનાસકાંઠા વાળો હોવાનું જણાવેલ સદરે બાઈક હીરો એચ.એફ. કંપનીનું આગળ પાછળ નંબર વગરનું બાઈક સાથે પકડી પાડેલ. બાઈક કુલ કી.રૂ.25,000/- નું ગણી C.R.P.C કલમ 41.(1)D,102 મુજબ કબજે કરી આગથળા પોલીસ સ્ટેશનમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવી.
From – Banaskantha Update