ડીસામાં સોનાના વેપારીએ ગ્રાહકો સાથે કરી લાખો રૂપિયાનો ફૂલેકું ફેરવ્યું

- Advertisement -
Share

ડીસાના લાલચાલી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સોના-ચાંદીનો વ્યવસાય કરતા સંજય કુમાર સોની ગ્રાહકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવતા સંજય સોની વિરુદ્ધ ડીસા ઉત્તર પોલીસ મથકે લેખિત અરજી કરવામાં આવી હતી.

[google_ad]

 

બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી છેતરપિંડીની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વધુ એક છેતરપીંડીની ઘટના ડીસા શહેરના લાલચાલી વિસ્તારમાં બની હતી. ડીસા શહેરના લાલ ચાલી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સોના ચાંદીના વેપાર સાથે દુકાન ચલાવતા સોની સંજયકુમાર રમેશભાઈ વિરુદ્ધ ડીસા ઉત્તર પોલીસ મથકે છેતરપિંડીની લેખિત અરજી કરવામાં આવી છે.

[google_ad]

 

સોની સંજય કુમાર છેલ્લા ઘણા સમયથી સોના-ચાંદીના ઘરેણા બનાવવાનો તથા વેચાણ કરવાનો વેપાર કરતા હતા. જેથી માળી ભગાભાઈએ તેમની દિકરીના લગ્ન પ્રસંગે 2020 ની દિવાળી પછીના સમય દરમિયાન કાચું સોનુ ઘરેણા બનાવવા માટે સંજયભાઈને 20 ગ્રામ ચેન તથા 10 ગ્રામની વીંટી બનાવવા માટે આપ્યું હતું. તે સમયે સંજય ભાઈએ ભગવાનભાઈને વિશ્વાસ અને ભરોસો આપી વીંટી તથા ચેન બનાવી આપવા માટે જણાવ્યું હતું જે બાદ લાંબો સમય વીતી ગયો હોવા છતાં પણ સંજયભાઈએ ભગાભાઈને કોઈ પણ પ્રકારના દાગીના બનાવી આપ્યા ન હતા.

[google_ad]

તેમજ વાયદા બતાવતા હોવાથી ભગવાનભાઈ ને વિશ્વાસ અને ભરોસો આપી છેતરપીંડી કરી હોવાનું જાણવા મળતા ભગાભાઈ માળીએ આ બાબતે સંજયકુમાર સોની સામે કડક માં કડક કાર્યવાહી થાય તે માટે ડીસા ઉત્તર પોલીસ મથકે અરજી કરેલ છે.

From – Banaskantha Update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!