પાલનપુરમાં પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મુકતા ફરિયાદ નોધાઇ

- Advertisement -
Share

પાલનપુરના ખોડા લીમડા વિસ્તારમાં રહેતી એક યુવતીના લગ્ન અમદાવાદ ખાતે કરાયા હતા. જેને લગ્નજીવન દરમિયાન એક બાળક છે. જોકે, તેનો શંકાશીલ પતિ મોબાઇલમાં અશ્લિલ ફોટા બતાવી તે પ્રમાણે શરીર સબંધ બાંધવાનું કહેતો હતો. જેની ના પાડતાં તેણીને ઘરમાંથી હાંકી કાઢી હતી. આ અંગે પરિણીતાએ પાલનપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

પાલનપુર ખોડા લીમડા વિસ્તારમાં રહેતી 32 વર્ષિય યુવતીના લગ્ન 13 વર્ષ અગાઉ અમદાવાદ કાલુપુર વિસ્તારમાં ચેતનભાઇ ભગવાનદાસ ગોહિલ સાથે સમાજના રિત-રીવાજ મુજબ પાલનપુર તાલુકાના ગોળા ગામે મહાદેવજીના મંદિરમાં કરવામાં આવ્યા હતા. જેમને લગ્ન જીવન દરમિયાન દિકરાનો જન્મ થયો હતો.

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

જોકે, તેના જન્મ પછી પતિ ચેતનભાઇ તેણીની ઉપર વ્હેમ રાખતા હતા. રાત્રે દીકરો જાગતો હોય તો પણ મોબાઇલમાં અશ્લીલ ચિત્રો બતાવી તે પ્રમાણે શારિરીક સબંધ બાંધવા માટે અવાર – નવાર ઝઘડા કરતો હતો. તેમજ આપણે મંદિરમાં લગ્ન કરેલા છે. તારા પિતાએ દહેજમાં કંઇ આપ્યુ઼ં નથી. તેમ કહી નાણાંની માંગણી કરી શારિરીક – માનસિક ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢી હતી. આ અંગે તેણીએ પાલનપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ચેતનભાઇ સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]

 

From – Banaskantha Update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!