મુખ્યમંત્રી બનાસકાંઠાની મુલાકાતે : થરાદમાં ભારતમાલા પ્રોજેક્ટ બાદ ખેંગારપુરામાં ચાલી રહેલા પાણી પુરવઠા યોજનાનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું

- Advertisement -
Share

ખેંગારપુરામાં પાણી પુરવઠાની સીપુ જૂથ સુધારણા યોજનાના રૂ. 241.35 કરોડના કામોની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી

 

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જીલ્લાની મુલાકાતે છે. શુક્રવારે વહેલી સવારે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થરાદમાં પહોંચ્યા હતા. ત્યારબાદ થરાદના ભારતમાલા બ્રિજમાં ભારતમાલા પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતમાલા બ્રિજ પરથી ભારતમાલા પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યાં બાદ થરાદના ખેંગારપુરામાં પહોંચ્યા હતા. ખેંગારપુરામાં ચાલી રહેલા પાણી પુરવઠા યોજનાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરીક્ષણ કર્યું હતું.
ખેંગારપુરામાં પાણી પુરવઠાની સીપુ જૂથ સુધારણા યોજનાના રૂ. 241.35 કરોડના કામોની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી હતી.
જેમાં મુખ્યમંત્રી સાથે બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલ, ભાજપના મંત્રી રજનીભાઇ પટેલ સહીત પાણી પુરવઠાના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થરાદમાં અલગ-અલગ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. જે બાદ મુખ્યમંત્રી ધાનેરામાં આવેલ રાજમંદિર થીયેટરમાં પહોંચી કાર્યકરો સાથે બેઠક યોજી જે બાદ કાંકરેજમાં આવેલ કાકર ગામ પહોંચી સભા સંબોધશે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!