એ.સી.બી. ની ટીમની સફળ ટ્રેપ : વાહનચાલકો પાસેથી લાંચ લેતો રંગેહાથ ટી.આર.બી. જવાન ઝડપાયો

- Advertisement -
Share

 

વડોદરા એ.સી.બી. ને મળેલી બાતમી બાદ વડોદરા-સુરત હાઇવે પર આવતાં વિવિધ ટ્રાફીક પોઇન્ટ, પોલીસ પોઇન્ટના માણસો, ટી.આર.બી. હોમગાર્ડના માણસો માલવાહક અને પેસેન્જર વાહન ચાલકોને રોકી તેઓ પાસેથી એન્ટ્રીના નામે રૂ. 100 થી રૂ. 1,000 સુધીની લાંચની માંગણી કરી રૂપિયા પડાવે છે.

 

 

વડોદરા એ.સી.બી. એ જે મળેલી આધારભૂત માહિતીની ખરાઇ કરવા અને સત્ય જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા રવિવારે ટ્રેપ ગોઠવી હતી.

 

 

લાંચના ડીકોય છટકાનું આયોજન કરી ડીકોયરનો સહકાર મેળવી સહકાર આપનાર ડીકોયરના ટેમ્પાને વડોદરાથી ભરૂચ હાઇવે પર પસાર થતા હતા.

 

 

અંકલેશ્વરની રાજપીપળા ચોકડીના બ્રિજ નીચે આવેલા ટ્રાફીક પોઇન્ટના ફરજ પરના ટી.આર.બી. જવાને ડીકોયરના છોટા હાથીને રોકી ડીકોયર પાસેથી રૂ. 100 ની લાંચની માંગણી કરી હતી.

 

 

લાંચ સ્વીકારતાં અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ટી.આર.બી. જવાન મનિષ ગુમાનભાઇ પટેલ રંગેહાથ ઝડપાયો હતો.

 

 

જે અંગે વડોદરા પી.આઇ. એસ.એસ.રાઠોડે ફરિયાદ નોંધાવી હતી. ટ્રેનિંગમાં તેઓ મદદનીશ નિયામક પી.એચ. ભેસાણીયાના સુપરવિઝનમાં જોડાયા હતા.

 

ભરૂચમાં હાઇવે અને અન્ય પોઇન્ટ ઉપર ઉઘરાણું કરતાં એ.સી.બી. ના હાથે લાંચીયા ઝડપાયા હોવાનો આ ત્રીજો બનાવ છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!