અમીરગઢ સરોત્રા નજીક હાઇવે પર જીપ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એનું મોત

- Advertisement -
Share

અમીરગઢ સરોત્રા નજીક હાઇવે પર જીપ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એનું મોત, એક ઘાયલ

જિલ્લામાં અકસ્માતોની વણથંભી વણઝાર યથાવત જોવા મળી રહી છે. આજે અમીરગઢ તાલુકાના સરોત્રા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર પિકઅપ ડાલા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત અને એક વ્યક્તિ ઘાયલ થયો હોવાની ઘટના સામે આવી છે.

[google_ad]

 

અમીરગઢથી પાલનપુર જતા રસ્તા પર આવેલા ધનપુરા સરોત્રા પાસેથી બે વ્યક્તિઓ બાઈક પર અમીરગઢ તરફ આવી રહ્યા હતા, તે દરમિયાન પિકઅપ ડાલાના ચાલકે આગળ જતાં બાઈકને પાછળથી ટક્કર મારતા બાઈક દૂર સુધી ફંગોળાઈ ગયું હતું અને તેમાં સવાર બે માંથી એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

[google_ad]

Advt

 

અન્ય એક બાઈક સવારને ઘંભીર ઈજાઓ થતાં તેને 108 દ્વારા તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો. ઘટનાની જાણ અમીરગઢ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

[google_ad]


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!