વાવના યુવાનની રબરની માફક શરીર વાળતાં કરતબો જોઈ ને લોકો દંગ રહી ગયા

- Advertisement -
Share

વાવના વાસરડા ગામના વતની અને હાલ સ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિશ્વરાજસિંહ અનોપસિંહ વાઘેલાની જીવનની સફર પણ એક આવી રોચક કથાથી ભરપૂર છે. નાનપણથી ગામની શાળામાં પાયાનું શિક્ષણ મેળવી પાંચમા ધોરણમાં અભ્યાસ અર્થે કચ્છની ગોપાલાનંદજી વિદ્યાવિહાર આધોઇ ખાતે યોગક્ષેત્રની સફરની શરૂઆત થઈ.

[google_ad]

[google_ad]

નાનપણથી આ યુવાનના શરીરના અંગો રબરની માફક વળાંક લેતા જોઈ શાળાના શિક્ષક એસ.પી.સિંઘએ આબાળક પાછળ સખત મહેનત લગાવી અને આ યુવાન યોગક્ષેત્રની શાળા કક્ષાની તમામ સ્પર્ધામાં ભાગ લઇ અવ્વલ નંબરે વિજેતા બની શાળાનું ગૌરવ વધારવામાં સહભાગી બન્યા હતા.

[google_ad]

સમયના સથવારે સરકારની ખેલ મહાકુંભ અને યોગ દિવસોની સ્પર્ધામાં ગુજરાત રાજ્ય અને રાષ્ટ્રીય ક્ષેત્રે મોટાભાગની બધી સ્પર્ધામાં ભાગ લઈ એક ગોલ્ડ, એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. વિશ્વરાજસિંહ અનોપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ‘યોગ અને વ્યાયામ શરીરને ખૂબ તંદુરસ્ત રાખે છે.

[google_ad]

વર્તમાન સમયમાં મહામારી કોરોનાના રોગ સામે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે એ માટે દરેક વ્યક્તિએ અનુકૂળતા મુજબ વ્યાયામ કરવો જોઈએ.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!