અંબાજીમાં બાઇકની ઉઠાંતરી થતાં ચકચાર : સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ

- Advertisement -
Share

બાઇક ચોરીનું પ્રમાણ વધતાં લોકોમાં ભયનો માહોલ

 

યાત્રાધામ અંબાજીમાં દિવસે દિવસે બાઇક ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે સાથે સાથે બાઇક ચોરો બેફામ બની અંબાજીમાંથી બાઇક ચોરી કરી રહ્યા છે.
જેને લઇને અંબાજીના સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે અંબાજી પોલીસ આ બાઇક ચોરો પર કડક કાર્યવાહી કરે અને ચોરો પર લગામ લગાવે તેવી માંગ ઉઠવા પામી છે.

આ અંગેની વિગત એવી છે કે, યાત્રાધામ અંબાજીમાંથી તા. 12 ડિસેમ્બરના રોજ ફરી એક બાઇક ચોરીની ઘટના સામે આવી છે. અંબાજી મંદિરના નં. 7 ગેટ આગળથી બાઇક ચોરી થતો વિડીયો સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયો છે.
અંબાજીનો સ્થાનિક વ્યક્તિ જ્યારે અંબાજી મંદિરના નં. 7 ગેટ આગળ બાઇક મૂકી મંદિરમાં પ્રવેશે છે. ત્યારે બાઇક ચોર તેમના પર નજર રાખી બાઇકનો લોક ખોલી બાઇક લઇ ત્યાંથી ફરાર થઇ જાય છે.

 

બાઇક ચોરીની આ ઘટના તા. 12/12/2022 ના રોજ બપોરે લગભગ 12:30 વાગ્યે બની હતી. અંબાજીના સ્થાનિક સત્યનારાયણ રામભાઇ સિસોદીયા જ્યારે અંબાજી મંદિરના ગેટ નં. 7 આગળ બાઇક મૂકી મંદિર માતાજીના દર્શન કરવા જાય છે.
ત્યારે બાઇક ચોર તેમના પર નજર રાખી બાઇકનું લોક ખોલી બાઇક લઇ ત્યાંથી રવાના થાય છે. સમગ્ર ઘટના અંબાજી મંદિરના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ છે.
ત્યારે આ ઘટનાને લઇ બાઇકના માલિક સત્યનારાયણ સિસોદીયા અંબાજી પોલીસ મથકે અરજી આપી છે. ત્યારે અંબાજી પોલીસ તરફથી તેમને આશ્વાસન અપાયું છે.

 

અંબાજી ગામમાંથી બાઇક ચોરીની ઘટનાઓ વધી રહી છે. જેને લઇને અંબાજીના સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાઇ રહ્યો છે. ત્યારે સાથે સાથે સ્થાનિક લોકો પોલીસને અંબાજીમાં બની રહેલી બાઇક ચોરીની ઘટનાઓ પર લગામ લગાવી ચોરો પર કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી રહ્યા છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!