અજાણ્યા તસ્કરો સી.સી.ટી.વી. કેમેરામાં કેદ : તિજોરીમાં પડેલા રૂ. 21,000 રોકડા અને 2 લેપટોપ સહીત અંદાજીત કુલ રૂ. 90,000 ના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર
ડીસામાં છેલ્લા એક સપ્તાહથી તસ્કર રાજ જેવી સ્થિતિ સર્જાઇ છે. જેમાં ફરી ડીસાના લોરવાડા નજીક માધવ કોલ્ડ સ્ટોરેજમાં તસ્કર ટોળકી ત્રાટકી લેપટોપ અને રોકડ રકમ સહીત અંદાજીત રૂ. 90,000 ના મુદ્દામાલની ચોરી કરી ગયા હોવાની ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ છે.
આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકામાં છેલ્લા એક સપ્તાહથી તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે અને એક પછી એક એમ એક જ સપ્તાહમાં કુલ 4 ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે.
જેમાં ડીસા તાલુકાના લોરવાડા નજીક આવેલા માધવ કોલ્ડ સ્ટોરેજમાં આ તસ્કર ટોળકી ત્રાટકી હતી અને ઓફીસના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
તિજોરીમાં પડેલા રૂ. 21,000 રોકડા અને 2 લેપટોપ સહીત અંદાજીત કુલ રૂ. 90,000 ના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. જે તસ્કરો કોલ્ડ સ્ટોરેજના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ ગયા છે.
જેમાં ચોરી કરતાં 4 શખ્સો ધાબળા અને ટોપી પહેરીને આવેલા અને ચોરી કરતાં સી.સી.ટી.વી. કેમેરામાં દેખાઇ આવે છે. જે અંગે ભીલડી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update