ડીસા માર્કેટયાર્ડના ચેરમેન બાદ વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ, બિનહરીફ વરણી થઈ

- Advertisement -
Share

ડીસા માર્કેટયાર્ડના ચેરમેન બાદ વાઇસ ચેરમેનના પદ માટે મંગળવારે ચૂંટણી યોજાઇ હતી પરંતુ અન્ય કોઇ સભ્યએ ઉમેદવારી ન કરતાં વાઇસ ચેરમેન તરીકે કરશનભાઇ કણબીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

[google_ad]

 

ઉત્તર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતી અને અગ્રણી સહકારી સંસ્થા શ્રી ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ ડીસાના ચેરમેન પદે માવજીભાઇ દેસાઇની એક સપ્તાહ અગાઉ જ બિનહરીફ વરણી થયા બાદ મંગળવારે ડીસા માર્કેટયાર્ડના સભાખંડમાં વાઇસ ચેરમેન પદ માટે સાધારણ સભા યોજાઇ હતી.

[google_ad]

Advt

જેમાં ચેરમેન પદ માટે એકમાત્ર કરશનભાઇ સતાભાઇ કણબી (ટેટોડા)ના નામની દરખાસ્ત થઇ હતી. જોકે, વાઇસ ચેરમેન તરીકે અન્ય કોઇ નામ ન આવતાં વાઇસ ચેરમેન તરીકે કરશનભાઇ કણબીને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં.

[google_ad]

આ પ્રસંગે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઇ દેસાઇ, ડીરેક્ટર ખેતાભાઇ કોલા, નાગજીભાઇ દેસાઇ, બાબુભાઇ પાનકુટા, દિનેશભાઇ ત્રિવેદી, અરજણભાઇ ચૌધરી, દશરથભાઇ પટેલ, અમરતલાલ શાહ, જીગરભાઇ દેસાઇ, ઇશ્વરભાઇ દેસાઇ, રેવાભાઇ દેસાઇ, પ્રવિણભાઇ દેસાઇ તેમજ સેક્રેટરી એ.એન.જોષી સહિત સદસ્યોએ નવનિયુક્ત વાઇસ ચેરમેન કરશનભાઇ કણબીને ફુલહાર તેમજ મો મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

[google_ad]

 

ડીસા માર્કેટયાર્ડના ચેરમેન બાદ વાઇસ ચેરમેન પદ માટે મંગળવારે બેઠક યોજાઇ હતી. જેમાં વાઇસ ચેરમેન તરીકે એકમાત્ર કરશનભાઇ કણબી ના નામની દરખાસ્ત થતાં તેમજ અન્ય કોઇ સભ્ય એ ઉમેદવારી ન નોધાવતા કરશનભાઇ ને વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે તેમ સેક્રેટરી એ.એન.જોષી એ જણાવ્યું હતું.

 

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!