બનાસકાંઠામાં ધો.10 માં માસ પ્રમોશન : ધો.11 માં પ્રવેશથી વંચિત માટે નવા વર્ગો વધારવા પડશે

- Advertisement -
Share

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે ધોરણ 10માં અભ્યાસ કરતાં તમામ બાળકોને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. જ્યાં બનાસકાંઠામાં વર્ષ 2020માં 59 છાત્રો એ- વન ગ્રેડમાં આવ્યા હતા. જેની સામે ચાલુ વર્ષે 600 ટકાના વધારા સાથે 374 છાત્રો એ- વન ગ્રેડ મેળવતાં આગામી સમયમાં ધોરણ 11માં શાળાકીય પ્રવેશ માટે શાળા સંચાલકોએ બેઠકો વધારવી પડશે.

[google_ad]

 

માસ પ્રમોશનથી 49108 છાત્રોને 524 વર્ગખંડ પ્રમાણે 39300 છાત્રોને જ ધો.11 માં પ્રવેશ મળે તેવી સ્થિતિ ઊભી થઈ છે.આ વચ્ચે જીલ્લામાં ધો.11 માં પ્રવેશથી વંચિત રહેતા 9808 છાત્રો માટે નવા વર્ગો વધારવા પડશે. ધોરણ 10માં પાસ થનારા છાત્રોની સંખ્યા વધી જતાં જુદીજુદી ફેકલ્ટીમાં એડમિશન માટે તેમજ છાત્રો- છાત્રો વચ્ચે પણ ઉચ્ચ અભ્યાસ માટે હરિફાઇ વધશે.

બે વર્ષનું ધો. 10નું પરિણામ

ગ્રેડ વર્ષ 2020 વર્ષ 2021
એ- વન 59 374
એ- ટુ 656 2060
બી- વન 2376 4604
બી- ટુ 5952 7884
સી.- વન 10146 11136
સી- ટુ 6928 11083
ડી 584 11967
કુલ છાત્રો 41669 49108

પાલનપુરમાં આવેલી ખાનગી શાળાઓમાં ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ પ્રક્રિયા કયારનીય પુરી કરવામાં આવી છે. જેના માટે આ સ્કુલના સંચાલકોએ બાળકો માટે પ્રવેશ પરીક્ષા પણ યોજી હતી. હવે ધોરણ 10નું પરિણામ આવતાં માત્ર ફોર્માલીટી બાકી રહી હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતુ.

[google_ad]

 

જીલ્લામાં ધોરણ 10ના પરિણામ બાદ હવે ધોરણ 11માં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં છાત્રની ધોરણ 10ની એલ. સી. ફરજીયાત રહેશે. છાત્રો પ્રવેશથી વંચિત ન રહી જાય એ માટે સરકારના નિયમ મુજબ એક વર્ગમાં 60ને બદલે 75ને પ્રવેશ અપાશે. જીલ્લાની શાળાઓમાંથી વર્ગ ખંડ વધારાની પણ માંગણીઓ થઇ રહી છે.

[google_ad]

 

 

મારો પુત્ર અનિલ શહેરની ખાનગી શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. અમને વિશ્વાસ હતો કે એ- વન ગ્રેડ પ્રાપ્ત કરશે. જોકે, પરીક્ષા લેવામાં ન આવતાં અને ધોરણ 9ની પરીક્ષાના આધારે ગુણ આપવામાં આવતાં તેને અન્યાય થયો છે. મોટા ભાગના છાત્રો ધોરણ 9માં અભ્યાસને લઈ ગંભીર નથી હોતા. જેઓ ધોરણ 10માં બોર્ડમાં મહેનત કરી સારી ટકાવારી લાવતા હોય છે.

[google_ad]

 

ધોરણ 10ના કુલ 49108 છાત્રોને માસ પ્રમોશનથી પાસ કરવામાં આવ્યા છે. જે પૈકી આઇ. ટી. આઇ, ડિપ્લોમાના કોર્સ કરવા માંગતા છાત્રો સિવાય જેઓ ધોરણ 11માં પ્રવેશ મેળવવા ઇચ્છે છે. તે તમામ છાત્રોને પ્રવેશ આપવાની વ્યવસ્થા થશે. જેના માટે શાળાઓમાં બેંચિસ, વર્ગખંડનો વધારો સહિતની ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે.

[google_ad]

 

આગળ અભ્યાસ કરવા માંગતા છાત્રોને ધોરણ 11માં સીધો પ્રવેશ આપવામાં આવશે.જ્યારે આઇ. ટી. આઇ, સહિત વિવિધ ડિપ્લોમાના અભ્યાસ માટે આવી કોલેજો દ્વારા ઓન લાઇન ભરતીની ન્યૂઝપેપરમાં જાહેરાત આપવામાં આવશે. છાત્રોએ નિયમિત ન્યૂઝપેપર વાંચવું પડશે.ટકાવારીના આધારે સિલેકશન કરી પ્રવેશ આપવામાં આવશે.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!