બનાસકાંઠામાંથી ઘરફોડ ચોરીને અંજામ આપતી ચડ્ડી બનીયાન ગેંગ ઝડપાઈ : 6 જિલ્લાઓમાં 86 ચોરીની કબૂલાત

- Advertisement -
Share

બનાસકાંઠા સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઘરફોડ ચોરી કરી આતંક મચાવતી ચડ્ડી-બનિયાનધારી ગેંગને પકડવામાં બનાસકાંઠા જિલ્લા એલસી બીની ટીમને મોટી સફળતા મળી છે. જેમાં આ ગેંગના 3 સાગરીતોને ઝડપી તેમની પાસેથી સોના ચાંદી સહિતનો ચોરીનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે જ્યારે આ ગેંગના અન્ય 5 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

 

 

 

બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ઘરફોડ ચોરીઓ માછલા ઘણા સમયથી નોંધપાત્ર વધારો થયો હતો જેમાં બનાસકાંઠા જિલ્લા એલસીબીએ ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે માઈક્રો પ્લાનિંગ કરી તપાસ શરૂ કરી હતી.

 

 

જેમાં તપાસ દરમિયાન પાલનપુર પશ્ચિમ વિસ્તારમાં ફરતા શંકાસ્પદ પકડી તેમની પૂછપરછ કરતા તેઓ દાહોદ જિલ્લાના વડવા ગામ ના રહેવાસી હોવાનું જણાવ્યું હતું.

પોલીસે તેમની હિલચાલ પર વધુ શંકા જતા તેમણે કડક પુછપરછ કરતા તેઓ ચોરી કરવા માટે આવ્યા હોવાની કબૂલાત કરી હતી જેથી એલસીબીની ટીમે તેમને વિશેષ પૂછપરછ કરતાં અન્ય પાંચ સાગરિતો સાથે મળી આ ચોર ગેંગ અલગ અલગ જગ્યાએ ઘરફોડ ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.

 

 

બનાસકાંઠામાં ડીસા, દિયોદર, પાલનપુર તેમજ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ અને ગાંધીનગર સહિત કુલ 6 જિલ્લાઓમાં 86 ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું હતું.

આ ટોળકી ખાસ કરીને શનિ અને રવિવારે સરકારી નોકરીયાત લોકો પોતાના વતન માં કે ફરવા ગયા હોય તેવા સમયે ચોરીને અંજામ આપતી હતી. જે ગામમાં ચોરી કરવાની હોય ત્યાં વહેલા પહોંચી જઈ રાત્રિના સમયે ચડ્ડી બનીયાન પહેરી ઘરોમા ઘૂસતા હતા અને જો કોઈ તેમનો પ્રતિકાર કરે તો તેના પર પથ્થરમારો કરી ત્યાંથી નાસી જતી આ ચડ્ડી બનીયાન ધારી ગેંગના ત્રણ સાગરીતોને બનાસકાંઠા જિલ્લા એલસીબીની ટીમે જડપી પાડ્યા છે તેમજ તેમની પાસેથી ચોરી કરે તો 160 ગ્રામ સોનું અને સાડા ત્રણ કિલોગ્રામ ચાંદી પણ કબજે કર્યું છે.

 

 

આ ચડ્ડી બનિયાન ધારી ગેંગના ત્રણ સાગરિતોને પોલીસે ઝડપી પાડ્યા છે જ્યારે અન્ય 5 સાગરિતો ને પકડવાના બાકી છે જેની શોધખોળ ચાલુ છે વધુમાં ઝડપાયેલા શખ્સો અગાઉ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે, ત્યારે પોલીસ આ આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ ચોરીઓના ઉકેલાય તે દિશામાં તપાસ હાથ ધરી છે.

 

 

ઝડપાયેલા આરોપીઓ:

1.રાકેશ બચુસિંહ મોહનીયા ( રહે. વડવા જી. દાહોદ )

2.બાબુ મથુરભાઈ માવી ( રહે. વડવા જી. દાહોદ )

3.દિલીપ મણિલાલ સોની ( રહે. દાહોદ )

ફરાર આરોપીઓ:

1. દિનેશ માનસિંગ બારીયા

2. સુનિલ જોરસિંગ બારીયા

3. મનોજ ઉર્ફે મુન્ના જોરસિંગ બારીયા

4. મુકેશ મથુરભાઈ માવી

5. અલકેશ મેઘજી મોહનીયા ( તમામ રહે. વડવા જી. દાહોદ )

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!