ડીસામાં બેંકનું ATM કાર્ડ બદલી લઇ રૂ. 32,000ની છેતરપિંડી આચરી

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરી લૂંટ અને છેતરપિંડીની ઘટનાઓમાં દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે સોમવારે ફરી એક ઘટના ડીસા શહેરમાં બનવા પામી છે. જેમાં ડીસા શહેરના ગાયત્રી મંદિર સામે આવેલા એચ.ડી.એફ.સી. બેન્કના એ.ટી.એમ.માં દીક્ષિત કુમાર લોઢા જેમને હોસ્પિટલમાં પૈસા જમા કરાવાના હોઈ પોતાના બેંક ખાતા મારફતે એ.ટી.એમ.માંથી પૈસા ઉપાડવા માટે ગયા હતા.

[google_ad]

જે દરમિયાન એ.ટી.એમ.માંથી પૈસા ના નીકળતા એક અજાણ્યા ઇસમ દ્વારા એ.ટી.એમ.માંથી પૈસા કાઢી આપુ એમ કહીને દીક્ષિતકુમાર લોઢાનું એ.ટી.એમ.અને પાસવર્ડ મેળવી અને એ.ટી.એમ.ની અદલા-બદલી કરી પૈસા નીકળતા નથી એવું કહીને એ.ટી.એમ.પરત આપ્યું હતું. ત્યારબાદ દીક્ષિત કુમાર લોઢા દ્વારા અન્ય એ.ટી.એમ.માં જઈને તપાસ કરતા માલુમ પડયું હતું કે તેમનું એ.ટી.એમ. બદલાઈ ગયું છે ત્યારે થોડી વારમાં મોબાઈલ પર મેસેજ આવેલા જેમાંથી એ.ટી.એમ. બદલી કરનાર ઇસમ દ્વારા રૂ. 32 હજાર દીક્ષિત કુમારના ખાતામાંથી ઉપાડી લીધેલા હોવાનું જાણ થતાં ચોંકી ઉઠ્યા હતા.

[google_ad]

 

તેઓ દ્વારા તાત્કાલિક તેમના પરિવારજનોને જાણ કરાતા પરિવારજનો સાથે રાખી પોતે છેતરાયા હોવાનું માલુમ પડતાં ડીસાની ઉત્તર પોલીસ સ્ટેશનમાં એ.ટી.એમ.ની અદલા-બદલી કરનાર ઇસમ સામે અરજી આપી અને એ.ટી.એમ.માં રહેલા સી.સી.ટી.વી ફૂટેજની તપાસ કરી પૈસા પરત અપાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!