પાલનપુરમાં શો રૂમના મેનેજરે રૂ. 56.68 લાખની ઉચાપત કરતા ફરિયાદ નોધાઇ

- Advertisement -
Share

પાલનપુરમાં શો રૂમના ઇન્શ્યોરન્સ મેનેજરે પોતાની 6 વર્ષની ફરજ દરમિયાન વાહનોના વિમાની રોકડ રૂ.56.68 લાખ અંગત ઉપયોગમાં વાપરી ઉચાપત કરી હતી. આ અંગેની જાણ થતાં નાણાંની ઉઘરાણી કરતાં મેનેજરે પોતાની પત્નિ સાથે કંપનીમાં આવી આપઘાત કરવાની તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતાં ફરિયાદ નોંધાઈ હતી.
પાલનપુર ખાતે આબુહાઇવે નજીક શિવમ સેલ્સ કોર્પોરેશન દ્વારા મહેન્દ્રા કંપનીના વાહનોનું વેચાણ કરવામાં આવે છે. જ્યાં વાહનોના વીમા લેવાની કામગીરી માટે પાલનપુર કણબીવાસ કમાલપુરાના નિકુંજકુમાર અશોકકુમાર ચૌહાણને તારીખ 11 ઓકટોબર 2014ના રોજ નિમણૂંક અપાઇ હતી. જેણે છ વર્ષમાં તારીખ 1 એપ્રિલ 2016થી 25 એપ્રિલ 2022 દરમિયાન વાહનોના વીમાની રોકડ રકમ રૂપિયા 56,68,852 કંપનીમાં જમા ન કરાવી પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાંખ્યા હતા.

આ અંગેની જાણ થતાં મહેશભાઇએ તેની પાસે નાણાંની ઉઘરાણી કરી હતી. આથી નિકુંજકુમાર ચૌહાણ તેની પત્ની સાથે કંપનીમાં આવી અપશબ્દો ઉચ્ચારી હું કોઇ રકમ ચૂકવવાનો નથી. મારા વિરૂધ્ધ ફરિયાદ કરશો તો હું તથા મારી પત્ની તમારૂ નામ લખી આત્મહત્યા કરી લઇશું તેમજ ગુનામાં ફસાવી ચારિત્રયને નૂકશાન કરીશુ તેવી ધમકી આપી હતી. આ અંગે મહેશભાઇએ પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વીમા મેનેજર સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કંપનીની વિમાની રકમ જમા કરાવવા માટે અનુપમાબેન મહેશભાઇ પટેલના નામે બેંકમાં એકાઉન્ટ હતુ. જેમાં વીમા મેનેજર નિંકુજ ચૌહાણ ચેક, આરટીજીએસની રકમ ખાતામાં જમા કરાવતો હતો. જોકે, રોકડ રકમ આવતી હતી. તેમાંથી અમુક રકમ પોતાના અંગત ઉપયોગમાં લઇ ઉચાપત કરતો હતો. દરમિયાન ખાતામાં નાણાંની ઘટ બતાવતાં તેમજ ભાગીદાર પેઢી પાસેથી નાણાં લેવા પડતાં હોઇ છેલ્લા સાત વર્ષના બેંકના ડેટાનો અભ્યાસ કરવામાં આવતાં ઉચાપત થઇ હોવાનું સામે આવ્યું હતુ.
વીમા મેનેજરે કંપનીમાંથી કુલ રૂપિયા 60,18,852ની ઉચાપત કરી હતી. જેમાંથી રૂપિયા 3,50,000 ચેક દ્વારા કંપનીને પરત આપ્યા હતા. જોકે, બાકીના નાણાંની ઉઘરાણી કરતાં તેણે ધમકી આપી હતી. જેથી તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!