ડીસામાં લાખોના ખર્ચે નવિન બનેલ રોડમાં સામાન્ય વરસાદમાં જ ભૂવા પડી જતાં પોલ ખૂલી

- Advertisement -
Share

બનાસકાંઠાના વેપારી મથક ડીસા શહેરમાં 3 માસ અગાઉ જ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો રોડ સામાન્ય વરસાદમાં જ રોડ દબાઈને ભૂવો પડી ગયો હોવાની ઘટના સામે આવી છે. નવિન બનેલા મુખ્ય માર્ગનો ડામર રોડમાં ભૂવો પડી જતાં કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી સામે આવતાં લોકોમાં રોષ ફેલાયો છે.

 

ડીસામાં 3 માસ પૂર્વે જ બનાવવામાં આવેલ મુખ્ય માર્ગનો ડામર સામાન્ય વરસાદમાં દબાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડીસાના હાર્દસમા ગાયત્રી મંદિરથી ફૂવારા સર્કલ સુધી રૂ. 25 લાખના ખર્ચે ડામર રોડ બનાવવામાં આવ્યો છે.

 

જો કે, આ રોડ બની રહ્યો હતો તે સમયે હલકી ગુણવત્તાવાળું કામ થતું હોવાનું નગરસેવક અને જાગૃત લોકોએ ફરિયાદ કરી હોવા છતાં પણ નગરપાલિકાના સત્તાધીશોએ આ અંગે આંખ આડા કાન કર્યા હતા. નગરપાલિકાના જનરલ બોર્ડમાં પણ નગરપાલિકાના જ સદસ્યોએ આ રોડના કામમાં ગેરરીતી મામલે સવાલ ઉઠાવ્યા હતા. તેમ છતાં પણ ભ્રષ્ટાચારમાં ડૂબેલા સત્તાધીશોએ ફરિયાદને ધ્યાને ન લેતાં આખરે સામાન્ય વરસાદમાં જ આ રોડ દબાઈ તેમજ રોડમાં ભૂવો પડી ગયો છે.

 

જો કે, સામાન્ય વરસાદમાં જ લાખો રૂપિયાના ખર્ચે બનેલો રોડ ભૂવો પડી ગયો હોવા છતાં પણ ઓફીસર કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા હોય તેમ કેમેરા સામે જણાવી રહ્યા છે. આ અંગે ડીસા નગરપાલિકાના ચીફ ઓફીસર ઉપેન્દ્રભાઇ ગઢવીએ જણાવ્યું હતું કે, આ રોડ ગેરરીતીને કારણે નહી પરંતુ રોડ નીચે રહેલી પાઇપલાઇન લીકેજ થવાના કારણે તૂટી ગયો છે.

 

From-Banaskantha update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!