ધાનેરા પોલીસે તાત્કાલીક ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડયા
ધાનેરા-સાંચોર હાઇવે ઉપર કોટડા ગામ નજીક શુક્રવારે એક પીકઅપ ગાડી અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. આ બનાવના પગલે ધાનેરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને લાશને પી.એમ. અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે શુક્રવારે ધાનેરા-સાંચોર હાઇવે ઉપર કોટડા ગામ નજીક એક પીકઅપ ગાડી અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
જેમાં 2 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. જેથી ધાનેરા પોલીસે તાત્કાલીક ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડયા હતા.
જોકે, એક વ્યક્તિનું મોત નિપજતાં ધાનેરા પોલીસ દ્વારા લાશને પી.એમ. અર્થે ખસેડાઇ હતી. સમગ્ર અકસ્માતના બનાવને પગલે ધાનેરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update