ડીસામાં જાહેરમાં જુગાર રમતાં 5 શખ્સોને પોલીસે ઝડપ્યા

- Advertisement -
Share

ડીસા શહેર દક્ષિણ પોલીસે કુલ રૂ. 4,070 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

ડીસા શહેર દક્ષિણ પોલીસે બુધવારે મોડી રાત્રે ડીસા-પાલનપુર હાઇવે પરના જોખમનગરમાં વીજ થાંભલા નીચે અજવાળામાં જાહેરમાં જુગાર રમતાં 5 શખ્સોને ઝડપી પાડયા હતા.
આ અંગે ડીસા દક્ષિણ પોલીસે 5 શખ્સો સામે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા-પાલનપુર હાઇવે પર આવેલ જોખમનગરમાં વીજળીના થાંભલા નીચે કેટલાંક શખ્સો જાહેરમાં જુગાર રમતાં હોવાની માહિતી ડીસા શહેર દક્ષિણ પોલીસને મળી હતી.

 

આથી હેડ કોન્સ્ટેબલ કેવળભાઇ છત્રાલીયા સહીતના સ્ટાફે રેડ કરી જાહેરમાં જુગાર રમતાં મુકેશકુમાર લાલાભાઇ ઓડ (રહે. જોખમનગર, ખુલ્લી જગ્યામાં ઝુંપડામાં, ડીસા), મેઘાભાઇ ઇશ્વરભાઇ ઓડ (રહે. ત્રણ

 

હનુમાન મંદિર રોડ, ધુળીયા કોટ, ડીસા), સંજયભાઇ ઇશ્વરભાઇ ઓડ (રહે. ત્રણ હનુમાન મંદિર રોડ, ધુળીયા કોટ, ડીસા), અરવિંદભાઇ નાથાભાઇ ઓડ (રહે. ત્રણ હનુમાન મંદિર રોડ, ધુળીયા કોટ, ડીસા) અને
ભરતકુમાર ગણેશભાઇ ઓડ (રહે. ડુચકવાડા, તા. દિયોદર) વાળા પાસેથી રોકડ મળી કુલ રૂ. 4,070 ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડયા હતા. આ અંગે ડીસા દક્ષિણ પોલીસે 5 શખ્સો સામે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ કેવળભાઇ છત્રાલીયા ચલાવી રહ્યા છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!