કાંકરેજના શિહોરીમાં આરોગ્ય વિભાગ અને જીલ્લા તમાકુ નિયંત્રણ વિભાગની ટીમે દુકાનોમાં ચેકીંગ હાથ ધરતાં વેપારીઓમાં ફફડાટ

- Advertisement -
Share

 

કાંકરેજના શિહોરીમાં આવેલ પાનના ગલ્લા અને દુકાનોમાં મંગળવારે તમાકુ નિયંત્રણ હેઠળ કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ કાર્યવાહીમાં આરોગ્ય વિભાગ અને જીલ્લા તમાકુ નિયંત્રણ એકમની સંયુક્ત ટીમે ઝૂંબેશ હાથ ધરી હતી. જેમાં રૂ. 1,600 થી વધુનો વેપારીઓ પાસેથી દંડ વસૂલ કર્યો હતો.

 

 

સમગ્ર ગુજરાતમાં 18 વર્ષથી નાની ઉંમરના બાળકો તમાકુ લે-વેચ કરવા માટે કડક અમલવારી જાહેર કરાઇ છે. જેને લઇને સમગ્ર ગુજરાતમાં આરોગ્ય વિભાગ અને જીલ્લા તમાકુ નિયંત્રણની ટીમ દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 

 

જ્યારે જનરલ સ્ટોર પાનના ગલ્લા અને દુકાનો પર 18 વર્ષથી નાની ઉંમરના લોકોને તમાકુ લે-વેચ કરવા માટે પોસ્ટર લગાડવાની સુચના અપાઇ છે. આ સંદર્ભે મંગળવારે બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરીમાં આરોગ્ય વિભાગ અને તમાકુ નિયંત્રણ એકમની સંયુક્ત ટીમે ઝૂંબેશ હાથ ધરી હતી.

 

 

આ ઝૂંબેશ દરમિયાન અધિકૃત અને બિનઅધિકૃત રીતે તમાકુનું વેચાણ કરતાં વેપારીઓ ઉપર સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં 18 વર્ષથી નાની ઉંમરના લોકો તમાકુ લે-વેચ કરે છે તેના પર કડક કાર્યવાહી કરાઇ હતી. આ ચેકીંગ દરમિયાન રૂ. 1,600 થી વધુનો અલગ-અલગ વેપારીઓ પાસેથી દંડની વસૂલાત કરાઇ હતી. આ કાર્યવાહીના પગલે અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!