કિન્નૌરમાં ભેખડો ધસી પડતા પૂલ તૂટ્યો, 9 પ્રવાસીઓના મોત

- Advertisement -
Share

હિમાચલ પ્રદેશ કિન્નૌરમાં ભેખડો ધસી પડતા પૂલ તૂટ્યો, 9 પ્રવાસીઓના મોત; રાજસ્થાનનાં 4 અને છત્તીસગઢનાં 2 પર્યટકો, ઘણી ગાડીઓને પણ નુકસાન

 

હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં ભૂસ્ખલનના કારણે 9 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે ત્રણને ઈજા થઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ કિન્નોર જિલ્લામાં બટસેરીના ગુંસાની પાસે ખડકો પડવાથી છિતકુલથી સાંગલા તરફ જઈ રહેલા પર્યટકોની ગાડી ભૂસ્ખલનનો ભોગ બની હતી. ગાડીમાં બેઠેલા પર્યટક દિલ્હી અને ચંદીગઢથી હિમાચલ ફરવા આવ્યા હતા.

[google_ad]

પહાડો પરથી સતત પથ્થરો પડતા હોવાના કારણે રેસ્ક્યુમાં મુશ્કેલી
ઘટનાની સુચના મળતા જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. કોંગ્રેસ ધારાસભ્ય જગત સિંહ નેગીએ જણાવ્યું કે પહાડી પરથી સતત પથ્થર પડી રહ્યાં છે, જેના કારણે રેસ્ક્યુમાં મુશ્કેલી આવી રહી છે. તેમણે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવા માટે સરકાર પાસે હેલિકોપ્ટર માંગવામાં આવ્યું છે. તે ઝડપથી પહોંચશે તેવું આશ્વાસન મળ્યું છે. કિન્નોરના ડીસી આબિદ હુસૈન સાદિક, એસપી એસ આર રાણે પણ ઘટના સ્થળે હાજર છે.

[google_ad]

ભૂસ્ખલન થવાથી ઘણા વાહનો ક્ષતિગ્રસ્ત થયા
બટસેરીના લોકો પોલીસની સાથે રેસ્ક્યુમાં જોડાઈ ગયા છે. ભૂસ્ખલન થવાથી ગામ માટે બાસ્પા નદી પર બનેલો કરોડોનો પુલ તુટી ગયો છે. તેનાથી ગામનો સંપર્ક દેશ-દુનિયા સાથે કપાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબત, ભૂસ્ખલન થવાથી ઘણા વાહનો ક્ષતિગ્રસ્ત થયા છે.

[google_ad]

ભારે વરસાદના કારણે રસ્તાને મોટા પ્રમાણમાં નુકસાન
રાષ્ટ્રીય હાઈવે 505 કાજા-સમુદો અંતર્ગત આવતા કાજાના લારા નાળામાં શનિવારે અડધી રાતે વાદળ ફાટ્યું હતું. ભારે વરસાદ પછી નાળામાં વાદળ ફાટવાથી પુર આવ્યુ હતું. જોકે વાદળ ફાટવાના કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નહતું. જોકે તેના કારણે રસ્તાને ખૂબ જ નુકસાન થયું છે. તેના પગલે અહીં રસ્તાની બંને બાજુએ 50થી વધુ વાહનો ફસાયા છે. રસ્તો રીપેર થયા પછી જ આ તમામ વાહનો લારા નાળા પરથી નીકળી શકશે. વાદળો ફાટવાની માહિતી મળતા જ બીઆરઓની ટીમે રસ્તાને રિપેર કરવાનું કામ શરૂ કર્યું છે. મશીનરી લગાવીને રસ્તાને રિપેર કરવાની કામગીરી ચાલી રહી છે.

From-Banaskantha update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!